Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

વડોદરામાં પાર્કિંગ કોન્ટ્રાકટરના પુત્રનું અપહરણ કરી ઢોરમાર મારી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:તારી સ્માઇલ  જોરદાર છે.. હું તારા ગાલે બચકું ભરું? તેવી કોમેન્ટ સયાજી હોસ્પિટલના પાર્કિગ સ્લોટમાં કરનાર પાર્કિગ કોન્ટ્રાક્ટરના પુત્ર રાકેશ ઠાકોરનું અપહરણ કરી તેને સયાજીગંજ લઇ જઇ માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

યવતેશ્વર કમ્પાઉન્ડ ખાતે ડોક્ટર કોલોનીમાં રહેતા કિશન મગન ઠાકોરે બે બુલેટ પર આવેલ ત્રણ અજાણ્યા શખ્સો તેમજ એક મહિલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે સયાજી હોસ્પિટલમાં પાર્કિગ કોન્ટ્રાક્ટ ધરાવે છે. તા.૨૬ના રોજ બપોરે ૧૧ વાગ્યાની આસપાસ મારો પુત્ર રાકેશ હોસ્પિટલના પાર્કિગ સ્થળે હતો ત્યારે પાર્ક કરેલી બુલેટના પાર્કિગની પાવતીના નાણાંની લેવડદેવડ બાબતે ઝઘડો કર્યો હતો અને બુલેટ પર આવેલા ચારેય શખ્સોએ પુત્રનું અપહરણ કરી પરશુરામ ભઠ્ઠામાં કબ્રસ્તાન તરફ લઇ જઇ લાકડી અને પાઇપથી માર માર્યો હતો.

(6:41 pm IST)