Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

વડોદરા નજીક દિવાળીપુરામાં એનઆઇઆર સાથે મળી ત્રણ શખ્સોએ જમીનની છેતરપિંડી આચરી

વડોદરા: નજીક દિવાળીપુરા ગામે ખેતીની જમીન વેચાણ આપવાનું નક્કી કર્યા બાદ રૃા.૧૫ લાખ સ્વીકારી  જમીનનો દસ્તાવેજ  કરી નહી આપતા એક એનઆરઆઇ, તેમના પુત્ર અને ભાઇ સામે છેતરપિડીની ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

મકરપુરા રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા દિનેશ નટવરલાલ પટેલ ખેતી સાથે સંકળાયેલા છે. દિવાળીપુરા ગામે  ૧૧૧૨૯ ચો.મી. ખેતીની જમીન ખરીદવાની હોવાથી જમીનના ઇંગ્લેન્ડ નિવાસી મુળ માલિક હસન દાઉદભાઇ પટેલના ભાઇ રુસ્તમભાઇ અને પુત્ર હાફીઝ  દિનેશભાઇને મળવા આવ્યા હતાં. જમીન વેચાણ આપવાનું નક્કી કરી રુસ્તમભાઇએ ઇંગ્લેન્ડમાં રહેતા જમીનના મુળ માલિક હસનભાઇ સાથે ફોન પર વાત કરાવી હતી જેમાં હસનભાઇએ મારી જમીનનો મારા ભાઇ અને પુત્ર કુલમુખત્યારનામાના આધારે વેચાણ વ્યવહાર કરે તો વાંધો નથી જેમ જણાવ્યું  હતું.

(6:38 pm IST)