Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં ધીમે ધારે વરસાદ આવતા લોકોમાં ખુશીની લાગણી

અમદાવાદ: શહેરમાં આજે રવિવારે મોડી સાંજે તમામ ઝોનમાં વરસાદ પડયો હતો. જેમાં ઓઢવ, નરોડા, મેમ્કો, કોતરપુરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બાકીના વિસ્તારોમાં મીમી થી લઇને  .૫૦ મીમી સુધીનો વરસાદ પડતા શહેરીજનોએ રાહત અને ઠંડકની લાગણી અનુભવી હતી. ઉત્તર ઝોનમાં  રવિવારે મોડી સાંજે સાતથી રાતના નવ વાગ્યા સુધીના બે કલાકમાં અડધો ઇંચ વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જોકે લાંબા વિરામ બાદ વરસાદનું શહેરમાં આગમન થતા શહેરીજનોએ રવિવારના રજાના દિવસે વરસાદની મજા માણી હતી.

સતત બીજા દિવસે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેમાં આજે આખો દિવસ વરસાદી વાતાવરણ રહેતા ગરમીમાં આંશિક રાહત મળી હતી. જોકે દિવસે વરસાદ પડયો નહોતો. મોડી સાંજે વાગ્યા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેમાં સાતથી આઠ વાગ્યાના ગાળામાં ઉત્તર ઝોન સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો.

(6:37 pm IST)