Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સુરતમાં વિદ્યાર્થીનીના મોબાઇલમાં ફોટા પાડીને ૨ યુવકોઅે બ્લેકમેઇલ કરીને દુષ્‍કર્મ આચર્યું

સુરતઃ ગુજરાતમાં દિવસે ને દિવસે સગીરાઓ અને યુવતિઓ પર દુષ્‍કર્મના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્‍યારે મેટ્રોસીટી સુરતમાં જ એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછા વિસ્‍તારમાં વસવાટ કરતી અને 11મા ધોરણમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીના મોબાઇલમાં ફોટાઓ પાડયા બાદ તે ફોટાઓના આધારે બે યુવકોએ તેણીને બ્‍લેકમેઇલ કરી અને દુષ્‍કર્મ આચાર્યાંની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

ધો. 11માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીને છેલ્લા ઘણા સમયથી નજીકમાં રહેતો ગોપાલ હેરાન-પરેશાન કરતો હતો. સ્‍કૂલ અને ટયુશનની બહાર અડીંગ જમાવી કિશોરીને રંજાડતો હતો. દરમિયાન એક વખત બળજબરી કરી વિદ્યાર્થીનીના મોબાઇલમાં ફોટા પણ પાડી લીધા હતા. જે ફોટોગ્રાફસ થકી ગોપાલ વિદ્યાર્થીનીને બ્‍લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસો પૂર્વે સવારે ગોપાલ પીડિતાને બળજબરી કરી બાઇક પર બેસાડી વેલજા નજીક લઇ ગયો હતો. જ્‍યાં અવાવરૂ જગ્‍યાએ લઇ જઇ શારીરિક અડપલા કરવાની શરૂઆત કરી હતી. જેનો પીડિતાએ વિરોધ કરતા ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી ગોપાલે દુષ્‍કર્મ આચર્યું હતું.

જ્‍યાં તકનો લાભ લેવા ગોપાલનો મિત્ર તુષાર પણ આવી ચડયો હતો અને તેણે પણ પીડિતા સાથે અડપલા કર્યા હતાં. દુષ્‍કર્મનો ભોગ બનાવ્‍યા બાદ કોઇને પણ વાત કરશે તો તેણીના ભાઇને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આખરે પીડિતાએ ફરિયાદ આપતા પોલીસે બળાત્‍કાર, પોક્‍સો એક્‍ટ હેઠળ અને કલમો હેઠળ ગુનો નોંધી ગોપાલ અને તુષારની ધરપકડ કરી છે.

(5:11 pm IST)