Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

જળ માફીયાઓનો કરોડનો કારોબાર, ભાજપ સરકારના આશીર્વાદની રેલમછેલ

બેફામ વેડફાતા પાણી માટે જવાબદાર કોણ? ડો.મનીષ દોશીના 'પાણીદાર'આક્ષેપો : પાણીના નામે નવા કાયદાથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જવાનો પ્રયાસ

અમદાવાદ તા.૨૯: સામાન્ય નાગરિકો-ખેડૂતોને આર્થિક દંડ સહિતની કડક જોગવાઈઓ કરતા ભાજપ સરકારના પાણી અંગેના નવા નિયમ કાયદાએ હકીકતમાં જળ વ્યવસ્થાપન (વોટર મેનેજમેન્ટ) અને જળવિતરણ (વોટર ડિસ્ટ્રિબ્યુશન)માં સદંતર નિષ્ફળતા છુપાવવા અને ભય-ડરની રાજનીતિનો ભાગ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડાઙ્ખ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજયના નાગરિકોને શુદ્ઘ પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે રાજયમાં જયારે જયારે વિધાનસભા,લોકસભાની ચૂંટણીઓ આવી હોય છે તે વર્ષમાં ભાજપ સરકારે ફોટો ફંકશન, વોટર ટુરીઝમ, સી-પ્લેન, તળાવ ભરવા જેવા કાર્યક્રમો આપીને કરોડો લીટર પાણી વેડફી અને પ્રજાને ભ્રમિત કર્યા છે. વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭જ્રાક્નત્ન વોટર એકાઉન્ટ મુજબ ઓકટોબર નવેમ્બર ડિસેમ્બરમાં ૬૫૦ ્રુનો વધુ પાણીનો વપરાશ થયો આ પાણી કોને અપાયું? જેનો આજ દિન સુધી હિસાબ નથી. રાજય સરકારે તાજેતરમાં વિધાનસભામાં પાણી અંગે નાગરિક ખેડૂતોને આર્થિક દંડ જેવી કડક જોગવાઈઓ કરતા કાયદા સુધારા કર્યા પણ વારંવાર નબળા બાંધકામને કારણે કેનાલ તૂટે લાખો લિટર પાણી વેડફાઇ જાય તે માટે કેમ કોઈ મંત્રી કે કોન્ટ્રાકટર કે અધિકારી જવાબદાર નહીં? ભાજપ સરકારના આશીર્વાદથી જલમાફિયા, મળતીયા દ્વારા ગુજરાતમાં દસ હજાર કરોડનાં પાણીના ગેરકાયદે કારોબાર માટે જવાબદાર કોણ?

રાજયનાં મુખ્યમંત્રીના સલાહકાર, જળનિષ્ણાત  જણાવ્યું હતું કે  ભાજપ સરકારે છેલ્લા પંદર વર્ષ પાણી પુરવઠા માટે ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા અને ગુજરાતની ભાજપ સરકાર જળવ્યવસ્થા અને જળ વિતરણ સદતર નિષ્ફળ ગઈ છે દિશાહીન છે. આયોજનનો સદંતર અભાવ છે. ત્યારે ભાજપ સરકાર ૨૦૦૧થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી, હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના છ કરોડ નાગરિકો સાથે પાણી પ્રશ્ને કરેલી ગંભીર છેતરપિંડી, ગુનાહીત બેદરકારી ઢાંકવા માટે વિધાનસભામાં બહુમતીના જોરે પાણી અંગેના કાયદા અંગે માત્ર નાગરિકો ખેડૂતોને કેમ આકરો આર્થિક દંડ, જેલ તેવા પ્રશ્નો પૂછતા પ્રદેશ ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નર્મદાનું ૯ મિલિયન એકર ફીટ પાણી ગુજરાતના ભાગે આવે છે આ પાણીનું યોગ્ય વ્યવસ્થાપન, યોગ્ય વિતરણ ન થવાને કારણે અને નર્મદા કેનાલનું માઇનોર, સબમાઈનોર કેનાલનું હજારો કિમી માળખું ઊભું ન કરીને ગુનાહિત બેદરકારી  દાખવી છે. ગુજરાતના  ૮૦૦૦ કરતાં વધુ ગામો, છ મહાનગરો અને ૨૦૦ થી વધુ નગરપાલિકા વિસ્તાર શુદ્ઘ પીવાના પાણીના પરેશાની ભોગવી રહ્યા છે બીજી બાજુ ખેડૂતોને મહામુલા પાક ઙ્ગમાટે સિંચાઈનું પાણી મળતું નથી ગુજરાતની રૂપાણી સરકાર ભાજપ સરકાર નાગરિકો ખેડૂતોને જેલમાં ધકેલવાના કાયદાના નામે ભય-ડરના માહોલનું ષડયંત્ર રચવાનો બંધ કરે.(૧.૩૨)

(4:20 pm IST)