Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

આતંકી યાસીન ભાટનો ભાઈ મુસ્તક પણ ઠાર

તે પણ આતંકી હતો : એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોવાનો ધડાકો

અમદાવાદ, તા. ૨૯ : ગાંધીનગરના અક્ષરધામ મંદિર પરના હુમલામાં સંડોવાયેલા યાસીન ભાટની કાશ્મીરથી ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. યાસીનનો ભાઈ મુસ્તાક પણ આતંકવાદી હતો અને પીઓકેમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.

ગુજરાત એટીએસ કાશ્મીરના અનંતનાગથી યાસીન ભાટની ધરપકડ કરીને તેને અમદાવાદ લાવી હતી. પુછપરછમાં તેમે કેટલીક ચોંકાવનારી માહિતી પોલીસને આપી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેનો ભાઈ મુસ્તાક ભાટ પણ આતંકવાદી હતો. ૨૦૦૩માં મુસ્તાકે ઘર છોડી દીધું હતું. બાદમાં તે મિલીટન્ટ ગ્રપ સાથે જોડાઈ ગયો હતો. કાશમીરના મિલીટન્ટ ગુ્રપમાં તે મહત્વના હોદ્દા પર કામ કરતો હતો. ૨૦૦૬માં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાંથી મુસ્તાકનો મૃતદેહ મળી આવ્યો હતો. મુસ્તાક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોવાનું યાસીને પોલીસને જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અનંતનાગથી ધરપકડ કરીને લવાયેલા યાસીન ભાટે અક્ષરધામ મંદિર પર હુમલાનું કાવતરૂ દ્યડયું હતું. બાદમાં તે કાશમીરથી કારમાં ગુપ્ત ખાનામાં એ.કે.૪૭ તથા હેન્ડગ્રેનેડ સંતાડીને કાર લઈને ઉત્ત્।રપ્રદેશના બરેલી ગયો હતો. જયાં અન્ય આતંકીઓને તેણે શસ્ત્રો આપ્યા હતા. બાદમાં આ આતંકવાદીઓ ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા અને અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો હતો.

(4:19 pm IST)