Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ભગવાનને હ્રદયરૂપી સિંહાસનમાં બેસાડવા હ્રદય કોમળ હોવુ જોઇએ : પ્રભુ સ્વામી

સુરત સ્વામિનારાયણ ગુરૂકુળમાં નૂતન સિંહાશનમાં બિરાજતા ભગવાન

સુરત વેડ રોડ ગુરૂકુળમાં નૂતન સિંહાસન પર બિરાજેલા ઘનશ્યામ મહારાજનું શ્રી પ્રભુ સ્વામી, શ્રી વિશ્વસ્વરૂપ સ્વામી અને અન્ય સતોએ અભિષેક, પૂજન કરેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ તા ૨૯ :   જમીનમાં બિયારણ વાવવા ખેડૂતને જમીન કોમળ જોઇએ, છોડને અનુકુળ દિશામાં વાળવા છોડ નરમ જોઇએ, માટીને અનુકુળ આકાર આપવા માટે કુંભારને માટી ભીની જોઇએ તેમ ભગવાનને હ્રદયરૂપી સિંહાસનમાં પ્રસ્થાપિત કરવા આપણું હ્રદય કોમળ, નરમને ગદગદિત ભાવથી ભીનું હોવુ જોઇએ એમ આજે વેડ રોડ શ્રી સ્ર્વામિનારાયણ  ગુરૂકુળ ખાતે  પ્રભુ સ્વામીએ કહ્યું હતું.

સુરતના વેડરોડ ગુરૂકુળ ખાતે શ્રી ભકિતનંદન ઘનશ્યામ મહારાજ સવર્ણક્રાંતિ સભા નૂતન સિંહાસનમાં બિરાજમાન થતાં ભકતોએ ધૂન, પ્રાર્થના, કિર્તન કરેલ. આ પ્રસંગે ભગવાનનો ષોડશોપચાર અભિષેક તથા પૂજન કરવામાં આવેલ.

પૂજારી શ્રી વિવકે સ્વામી તથા શ્રી સાગર ભગતે શ્રી શ્વેત વૈકુંઠ સ્વામી, દિવ્યસ્વામી,  શ્રી પ્રભુસ્વામી, શ્રી વિશ્વસ્વરૂપ સ્વામી આદિ સંતો પાસે પુજન તથા પંચામૃત,ફળોના રસ, ફુલ પાંખડી તથા મોતીથી શ્રી ભકિતનંદન ઘનશ્યામ મહારાજનો અભિષેક કરાવેલ.

વહેલી સવારે પ્રારંભે ગણપતિ તથા લક્ષ્મીપુજનનો લાભ કોઠારી શ્રી હરિનંદનદાસજી સ્વામી સાથે યજમાનોએ લીધેલ. પુજન, અભિષેક બાદ મહાનિરાજન આરતીનો સોૈ ભાવિકો લાભ લઇ ધન્ય બનેલ. કામીકા એકાદશી  રવિવારના દિવસે બપોરે ૩.૩૦ થી પ.૩૦ દરમ્યાન શ્રી ધર્માનંદન ઘનશ્યામ મહારાજને વર્ણીવેશ ધારણ કરાવવામાં આવેલ, તથા ભકતચિંતામણિ ગ્રંથમાંથી નીલકંઠ વર્ણીના વનવિચરલના શાંતિ પાઠના પ્રકરણના ગાન સાથે શ્રી વિશ્વનંદન સ્વામી, શ્રી ગુણોર્શન સ્વામી, શ્રી કીર્તન સ્વામી તેમજ શ્રી સજ્ઞસ્વામી વગેરે સંતોએ તુલસી દલ તથા ગુલાબની પાંખડીઓથી બે કલાક પુજન કરેલ. યુવાનો તથા સંતોએ સાથે કરતાલ નૃત્ય દ્વારા પોતાના હ્રદયની ભાવ ભકિત ભગવાનને અર્પેલ

સાંજ ેશ્રી હરિકૃષ્ણ મહારાજ પાલખીમાં બિરાજી વરસાદી માહોલ વચ્ચે બેન્ડવાજા સાથે નારાયણ મુનિ સોસાયટીમાં શ્રી રવજીભાઇ લાખાણી, શિયાનગરવાળાને ત્યાં પધારેલ. સંધ્યા આરતી, સ્તુતિ, પ્રાર્થનાને રાત્રે સંતો, હરિભકતોએ એકાદશીનું જાગરણ કરી પ્રભુને રીઝવેલ હતા.

(4:16 pm IST)