Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સવારે ૬ થી ૧૨ દરમિયાન

વલસાડ જિલ્લામાં અવિરત મેઘસવારી : કપરાડા અને ધરમપુરમાં ૬ કલાકમાં અઢી ઈંચ

મધુવન ડેમના ૩ દરવાજા ૨.૭૦ મીટર ખોલાયા : નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરતા કલેકટર

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી, તા.૨૯ : છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વિશેષ હેત વરસાવી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા ૬ કલાકમાં વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં છેલ્લા છ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં કપરાડા અને ધરમપુરમાં અઢી - અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જયારે પારડીમાં ૨ ઈંચ, વલસાડમાં ૧ા ઈંચ અને વાપીમાં ૧ ઈંચ વરસાદ પડ્યો છે.

જયારે ડાંગ જિલ્લામાં આહવા ૧ ઈંચ તો ભરૂચના આમોદમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

વાપી નજીક દમણગંગા નદી ઉપર આવેલ મધુવન ડેમમાં ઉપરવાસમા પાણીની ભારે આવક થઈ છે. મધુવન ડેમના ૩ દરવાજા ૨.૭૦ મીટર ખોલાયા છે. ૭૬ હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને કલેકટરશ્રીએ સતર્ક રહેવા અને સલામતી સ્થળે જવા અપીલ કરી છે.

(4:29 pm IST)