Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

શ્રી કરણી સેના ગુજરાત અને અલ્પ હુમન બીઇંગ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના શહીદ જવાનોને વિરાંજલી અર્પણ

શહીદોના પરિવાર માટે આર્થિક સહયોગના ચેક પણ એનાયત કરાયા

ગાંધીનગરના સેક્ટર:૧૭, સ્ટાફ ટ્રેનિંગ કૉલેજ ખાતે  શ્રી કરણી સેના ,ગુજરાત અને અલ્પ હુમન બીઇંગ ચેરીટેબલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મા ભારતીની રક્ષા કાજે તાજેતરમાં શહીદ થયેલા ગુજરાતના વીર સપૂતો વીર દિલીપસિંહ ડોડીયા( ભાવનગર), વીર પ્રવીણ ઠાકોર(ખેરાલુ),વીર પ્રકાશ ધંધુકિયા(પાલીતાણા), વીર આરીફ પઠાણ( વડોદરા) ને " વિરાંજલી" અર્પણ કરવા અને શાહિદોના પરિવારોને સન્માન આપવા  દેશ ભક્તિના તેમજ વીર શહીદ જવાનોની વીરતા,ત્યાગ અને બલિદાનને બિરદાવવા કાર્યક્રમ યોજાયો હતો

   દીપ પ્રાગટ્ય તથા રાષ્ટ્રગાન સાથે શુભઆરંભ થયેલ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કરણી સેનાના ઉપાધ્યક્ષ અને ગુજરાત એકમના અધ્યક્ષ રાજસિંહ શેખાવત તેમજ ફાઉન્ડેશનના પ્રમુખ અલ્પાબા પરમાર તથા સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવીને ઉપસ્થિત સંત ગણ,શહીદોના પરિવાર, મહાનુભાવો તેમજ સર્વેને સપ્રેમ આવકારી અભિવાદીત કરી આયોજનને સફળ બનાવેલ હતો

  પૂજ્ય ફૂલશંકર શાસ્ત્રીજી તથા પૂજ્ય કૈલાસદીદીએ આશીર્વચન પાઠવતા શહીદોના પરિવારને સાંત્વના પાઠવેલ. મહાનુભાવો સર્વ પૂર્વ રાજ્ય પોલીસ વડા ડી.જી.વણઝારા, ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ,અમદાવાદ એકમ પ્રમુખ  ભૂપતસિંહ રાઠોડ,કર્નલ વી.એમ.જાડેજા,કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજના પ્રમુખ રમઝુભા જાડેજા,રાજપૂત સમાજ અગ્રણી અને ઉધોગપતિ અંબુજી ગોલ,ગાંધીનગર મ.ન.પા. મ્યુનિ.કાઉન્સિલર હર્ષાબા ધાંધલ, અગ્રણી વકીલ શંકરસિંહ ગોહિલ,ગુજરાત પાટીદાર સમાજ "પાસ" અગ્રણી મનસુખભાઈ પટેલ,કેતનભાઈ પટેલ,ભવાનસિંહ મોરી,પ્રવિણસિંહ મોરી,મીનાબેન માધવાણી(ટોરેન્ટો,કેનેડા) વગેરેએ શહીદોની શહીદીને વંદન સહ વિરાંજલી આપતાં તેમના પરિવારને બિરદાવીને સદાય સાથ આપવા કટિબદ્ધતા વ્યક્ત કરેલ હતી

  .કરણી સેના તથા અન્ય મહાનુભાવો  દ્વારા શહીદોના પરિવાર માટે આર્થિક સહયોગના ચેક પણ અર્પણ કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું રહદયસ્પર્શી વાણીમાં સફળ સંચાલન માસ્ટર એંકર અને લોકસાહિત્યકાર વિનોદભાઈ ઉદેચા દ્વારા કરતાં સર્વએ વધાવી લઈને તેમનું પણ સેવા બદલ અભિવાદન કરાયેલ.હતું 

(4:10 pm IST)