Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

બનાસકાંઠામાં આભ ફાટયું: બે થી નવ ઇંચ બનાસકાંઠામાં ભારે વરસાદથી એસ.ટી. ડેપો પાણીમાં ગરકાવ

વાવના વાવડીમાં લોકોનાં ઘરોમાં પાણી ઘુસ્યાઃ લોકો ભુખ્યા તરસ્યા : બનાસકાંઠા ધોધમાર વરસાદથી જળબંબાકાર થયુ છે ત્યારે અમીરગઢ નદીમાં નવા નીર આવ્યા છે : ભારે વરસાદથી વિજળી ગુલ થઈ ગઈ છે : થરાદ તાલુકામાં માત્ર બે જ કલાકમાં ધોધમાર બે ઈંચ, દીયોદર તાલુકામાં ૨ કલાકમાં ૧II ઈંચ, ડીસા - અમીરગઢ અને કાંકરેજમાં પણ વરસાદ વરસી ગયો છે તો અંબાજીમાં બે કલાકમાં ૧II ઈંચ પાણી પડી ગયુ છે : ભારે વરસાદને લીધે હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા હોય વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે

અમદાવાદ, તા.૨૯: છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાતમાં સર્વત્ર બહુ જ સારો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવ પંથકમાં ૯.૫ ઈંચ વરસાદ ખાબકયો છે. પરંતુ ભારે વરસાદ બાદ વાવના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ૯.૫ ઈંચ વરસાદથી સમગ્ર વાવ પંથક પાણીપાણી થઈ ગયું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે. વરસાદમાં ખીલેલા ગીરા ધોધ અને ગિરિમાળ ધોધના દ્રશ્યો જોઈ આંખો પર વિશ્વાસ નહિ થાય.

૯.૫ ઈંચ વરસાદથી આખુ વાવ પંથક પાણી પાણી થઈ ગયું છે. વાવ તાલુકાના મોરિખા ગામે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. આ કારણે મોરિખા ગામના વાલ્મિકી પરિવારોએ શાળા અને ઊંચાંણ વાળા વિસ્તારોમાં આશરો લીધો હતો. તો વાવના હરિપુરમાં ગામમાં પણ દ્યરોમાં પાણી ઘૂસ્યા છે. વાવના વાવડી ગામની શાળા બેટમાં ફેરવાઇ ગઈ છે.

૯.૫ ઈંચ વરસાદને પગલે વાવમાં આવેલું માડકા ગામનું તળાવ ફાટ્યું છે. તળાવ ફાટતાં વરસાદી પાણી ગામના ઘરોમાં ઘૂસ્યા છે. ગામના અનેક ઘરોમાં પાણી ઘુસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોની મદદ કરવા સરકારી ટીમ પહોંચી ગઈ છે. વાવ મામલતદારની ટીમ માડકા ગામમા પહોંચી છે, અને લોકોને બચાવી રહી છે.

(3:56 pm IST)