Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

હાર્ટ ટ્રાન્સપલન્ટના આઠ મહિના બાદ મેરોથોન : 56 મિનિટમાં પાંચ કી,મી દોડ્યો પ્રિયાંક દીક્ષિત

પ્રિયાંકને આપઘાતના વિચાર પણ આવ્યા, પણ ફરી ઊભા થવાનું નક્કી કર્યું.

અમદાવાદ ;ગુજરાતના 39 વર્ષીય યુવાન પ્રિયાંક દીક્ષિત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના આઠ મહિના બાદ મેરેથોનમાં દોડ્યો હતો મન હોય તો માળવે જવાય અને પરિશ્રમ વિના સિદ્ધિ નહીં ની ઉક્તિને સાર્થક કરતો પ્રિયાંકે માત્ર 56 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પુરી કરી હતી,જોકે ડોક્ટરોએ એક વર્ષ સુધી કોઈપણ એક્ટિવિટિસ નહીં કરવા સલાહ આપી હતી

  પ્રિયાંકે કહ્યું કે એક સમય હતો જયારે મારુ હૃદય સાત વર્ષથી 18થી 20 ટકા જ કામ કરતું હતું. પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે, તે બેડરૂમથી બાથરૂમ સુધી ચાલી શકતો પણ નહોતો. સાત વર્ષના સંઘર્ષ બાદ ગયા વર્ષે મેમાં જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને તેના આઠ મહિનામાં જ ખાનગી કંપની દ્વારા યોજાયેલી પાંચ કિમીની મેરેથોન દોડમાં ભાગ લઈને દોડ પૂરી કરી.કરતા અંતિમવિશ્વસાવી ગયો છે

 દીક્ષિતને 2010માં શ્વાસની તકલીફ થઈ હતી. ડોક્ટરોને બતાવતાં તેમને સાઇલેન્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હૃદયની તકલીફ વધતાં 2012માં પ્રિયાંકે ગુરગાંવની હોસ્પિટલમાં સીઆરટીડી ડિવાઇસ ઇમ્પ્લાન્ટ કરાવ્યું, તેમ છતાં હૃદય 20 ટકા જ કામ કરી રહ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંકમાં એચઆર હેડ તરીકે કામ કરતા પ્રિયાંકને કામ અર્થે ટ્રા‌વેલિંગ થતું હોવાથી તેમને તે નોકરી છોડવી પડી હતી, કેમ કે તે ચાર ડગલાં પણ ચાલી શકે તેમ નહોતા. બીજી બાજુ તેમના શરીરમાં મૂકેલી ડિવાઇસની બેટરી 2016માં પૂરી થઈ જતાં તેમની સમસ્યા વધી અને ફેફસાંને પણ નુકસાન થયું.

આર્થિક તંગી, બીમારી સામે લડી રહેલા પ્રિયાંકને આપઘાતના વિચાર પણ આવ્યા, પણ ફરી ઊભા થવાનું નક્કી કર્યું. અલગ અલગ હોસ્પિટલના ધક્કા ખાધા બાદ અંતે તેમણે ચેન્નઈની હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે 2018માં નોંધણી કરાવી. તેના 18 દિવસમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના દર્દીને સર્જરી બાદ ઘણું ધ્યાન રાખવાનું હોય છે, પણ પ્રિયાંકે પોતાની સ્ટ્રેન્થ જોવા અને લોકોને જાગૃત કરવાના હેતુથી આઠ મહિનામાં જ પાંચ કિમીની મેરાથોનમાં ભાગ લઈ તે 56 મિનિટમાં પૂરી કરી.હતી 

(3:45 pm IST)