Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સાપુતારામાં ખીલી ઉઠી કુદરતઃ ધોધ જોવા ટુરિસ્ટો ઉમટી પડયા

વરસાદ વરસવાનું શરુ થતાં જ ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારામાં સહેલાણીઓનું આવવાનું શરુ થઈ જતું હોય છે. આ વખતે ગુજરાતના અન્ય ભાગોમાં ભલે ખાસ વરસાદ ન પડ્યો હોય, પરંતુ સાપુતારામાં છેલ્લા દ્યણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે. વિખ્યાત ગીરા ધોધનો નજારો ચારે તરફ જંગલો અને પહાડોથી દ્યેરાયેલા સાપુતારામાં વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. અહીંના પ્રખ્યાત જળધોધ પણ ફરી જીવંત થઈ ઉઠતા સાપુતારાની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે. ચોમાસામાં સાપુતારાના સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં ટુરિસ્ટ આવી રહ્યા છે. તેમાંય રજાઓના દિવસોમાં તો અહીં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળતી હોય છે.

(3:13 pm IST)