Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

બસ કંડકટરને રૂ. ૯ની લાલચ ૧પ લાખમાં પડી

પેસેન્જરને ટીકિટ આપ્યા વગર રૂ.૯ લીધા'તાઃ હવે દંડરૂપે પે સ્કેલ બે સ્ટેપ ઘટાડાયોઃ ફીકસ પગારમાં આવી ગયા

અમદાવાદ, તા.૨૯: થોડોક લોભ ઞ્લ્ય્વ્ઘ્ના બસ કંડકટપને ભારે પડી ગયો. ૯ રૂપિયાની લાલચે ૧૫ લાખ રૂપિયાનું નુકસાન કરાવ્યું. એક પેસેન્જરને ટિકિટ આપ્યા વિના ૯ રૂપિયા લઈ લેતાં પગારમાંથી લગભગ ૧૫ લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન (GSRTC)એ કંડકટર સામે શિસ્તહેતુક કાર્યવાહી કરી છે. સાથે જ દંડરૂપે તેનો પે સ્કેલ હાલના કરતાં બે સ્ટેપ ઘટાડી નાખ્યો છે. આટલું જ નહીં GSRTCએ તેની બાકીની સર્વિસ કાયમી કર્મચારી તરીકે ફિકસ પગાર પર રહેશે તેવું ફરમાન આપ્યું છે.

ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યૂનલ અને ગુજરાત હાઈકોર્ટે કંડકટરની અરજી ફગાવી દીધી અને તેની આ સજા યોગ્ય ઠેરવી. GSRTCના મતે, અગાઉ ૩૫ વખત તપાસ કરી તે વખતે આ કંડકટર પાસેથી બેહિસાબી રૂપિયા મળી આવ્યા હતા. આ કેસની વાત કરીએ તો, ચંદ્રકાન્ત પટેલ ચીખલીથી અંબાચ ગામ વચ્ચે દોડતી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે. ૫ જુલાઈ ૨૦૦૩ના રોજ કુડવેલ ગામ પાસે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. એ વખતે ઈન્સ્પેકટરને બસમાં એકને બાદ કરતાં તમામ મુસાફરો પાસેથી ટિકિટ મળી હતી. પેસેન્જરે કહ્યું કે, તેણે ૯ રૂપિયા આપ્યા હતા પરંતુ કંડકટરે તેને ટિકિટ ના આપી.

એક મહિના બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જેમાં પેસેન્જર ટિકિટ સાથે પહોંચ્યો. આ એ જ સીરીઝની ટિકિટ હતી જે ચંદ્રકાન્ત પટેલે ચેકિંગ દરમિયાન આપી હતી. જો કે, તપાસ બાદ કંડકટર ચંદ્રકાન્ત પટેલ દોષી સાબિત થતાં પગારમાં દ્યટાડો કરવાની સજા સંભળાવવામાં આવી. ત્યારબાદ ચંદ્રકાન્ત પટેલે નવસારીમાં ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યૂનલ અને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. જયાં તેના વકીલે રજૂઆત કરી કે, તપાસ દરમિયાન મળેલી પુરાવા પરથી કહી શકાય કે આ સજાની જરૂર નહોતી. વકીલે એવી દલીલ પણ કરી કે નાનાકડા ગુનાની આવી કઠોર સજા ન હોઈ શકે. સાથે જ રજૂઆત કરી કે, ચંદ્રકાન્ત પટેલની ૩૭ વર્ષની સર્વિસ બાકી છે અને તેમને કાયમી ફિકસ પગાર પર મૂકવાથી પગારમાં ૧૫ લાખનું નુકસાન થશે.કંડકટરની દલીલો સામે GSRTCના વકીલે કોર્ટને માહિતી આપી કે અગાઉ ઓછામાં ઓછી ૩૫ વખત ચંદ્રકાન્ત પટેલ આ રીતે પકડાઈ ચૂકયા છે. એ વખતે તેમને માત્ર ચેતવણી આપીને અને સામાન્ય દંડ લઈને છોડી મૂકાયા હતા. કંડકટરે સતત આચરેલા દુરાચારને પગલે ડિપાર્ટમેન્ટે તેનો પગાર દ્યટાડીને કાયમી ધોરણે ફિકસ પગાર આપવાનો નિર્ણય કર્યો છે. કેસની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચંદ્રકાન્ત પટેલની અરજી ફેબ્રુઆરીમાં ફગાવી દીધી.

(12:15 pm IST)