Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ડાંગ જિલ્લામાં સતત વરસાદથી પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું :અનેક નદીઓ બે કાંઠે :ઝરણા સક્રિય

પ્રવાસન વિભાગ દ્વારા મોનસૂન ફેસ્ટિવલની તૈયારી :પ્રવાસીઓને મોજે દરિયા

ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસતા વરસાદ ને પગલે સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે, પ્રાકૃતિક સૌંદર્યને માણવા પ્રવાસીઓ દૂર દૂરથી આવી રહ્યા છે. બીજી તરફ ડાંગમાં પ્રવાસન વિભાગ દ્વારા મોનસૂન ફેસ્ટિવલની તૈયારી થઇ પણ થઈ રહી છે.

ડાંગમાં વરસતા વરસાદને પગલે જિલ્લાની બધી નદીઓ અંબિકા ,પૂર્ણાં ,ગીરા અને ખાપરી બે કાંઠે વહેવા લાગી છે, ત્યારે અનેક ઝરણા સક્રિય બન્યા છે.

   વઘઇ નજીક ગીરા ધોધ અને ઝરણા જોવા લોકો દુર દુરથી ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. સાથે અનેક સ્થળોની મુલાકત લઇ લોકો કુદરતી સૌંદર્ય માણી રહ્યા છે. આદિવાસી જિલ્લા તરીકે જાણીતા ડાંગમાં સાપુતારા સહિત, ગીરા ધોધ, સબરિધામ, મહાલ કેમ્પ સાઈડ અને અનેક સ્થળોના વિકાસ કરી પ્રવાસીઓની સુવિધાનો ખ્યાલ રાખ્યો છે

(12:06 pm IST)