Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

રાજ્યના 168 તાલુકામાં મેઘમહેર :વાવમાં અનરાધાર 9 ઇંચ ખાબક્યો :થરાદમાં 7 ઇંચ વરસાદ : પાણી ભરાયા

દિયોદરમાં 4 ઈંચ, લાખણીમાં 2 ઈંચ વરસાદ ;અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

રાજ્યના 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વાવમાં નોંધાયો છે. વાવમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યાર બાદ થરાદમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. બનાસકાંઠાના થરાદ અને વાવમાં ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. થરાદ બસ ડેપોના વર્કશોપમાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 12 કલાકમાં બનાસકાંઠાના વાવમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. તો થરાદમાં 7 ઈંચ, દિયોદરમાં 4 ઈંચ, લાખણીમાં 2 ઈંચ અને ભાભરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુઈગામ અને વડગામમાં 1-1 ઈંચ જ્યારે ડીસા અને દાંતીવાડામાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

(11:48 am IST)