Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

વાવના માડકા ગામે તળાવ ફાટ્યું : મોરિખા,વાવડી ,વાઢીયાવાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

લોકોએ ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવું પડ્યુ

બનાસકાંઠામાં છેલ્લા 12 કલાકમાં વરસેલા ભારે વરસાદથી વાવના માડકા ગામે તળાવ ફાટ્યુ છે.અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

મોરિખા, વાવડી, વાઢિયાવાસ, માડકા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.નીચાણવાળા વિસ્તારમાં થઈ લોકોએ ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવું પડ્યુ છે.બનાસકાંઠા પંથકમાં 12 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.

(11:23 am IST)