Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ગાંધીનગર રેલ્વે સ્ટેશને નિર્માણ પામતા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરતા વિજયભાઈ રૂપાણી

દેશમાં પહેલીવાર રેલ્વેસ્ટેશન પ્લેટફોર્મ અને પરિસર ઉપર ૭૦ મીટર ઊંચાઈ સાથે ગાંધીનગરમાં આકાર પામશે આ ડ્રીમ પ્રોજેક્ટ

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની  બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી.
       ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે.
રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ વિશ્વ કક્ષાના પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ સતત એક કલાક સુધી કરીને બારીકાઈથી વિગતો મેળવી હતી તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
મુખ્યમંત્રીના અગ્રસચિવ મનોજ કુમાર દાસ, ગરુડ પ્રોજેકટના ખાન, રેલ્વેના ડીઆરએમ તેમજ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા

(8:14 pm IST)