Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદી દોર યથાવત જારી

લોકોએ હળવા વરસાદની મજા રજાના દિવસે માણી : અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાઓ વચ્ચે તાપમાન ૩૨.૭ રહ્યું : મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના થઇ

અમદાવાદ, તા.૨૮ : અમદાવાદ શહેરમાં ઝરમરથી મધ્યમ વરસાદ દિવસદરમિયાન જારી રહ્યો હતો. પવન સાથે વરસાદી માહોલ રહેતા લોકોને રવિવારના દિવસે મજા પડી ગઈ હતી. ઓફિસોમાં રજા હોવાના લીધે રસ્તાઓમાં પહેલાથી જ ઓછા ટ્રાફિકની સ્થિતિ રહી હતી. બીજી બાજુ લોકોએ વરસાદની મજા ઘરમાં રહીને માણી હતી. સવારમાં અને બપોરના ગાળામાં ઝાપટા બાદ સાંજે પણ મધ્યમથી ઝરમર વરસાદ જારી રહ્યો હતો. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૭ અને લઘુત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ માટે પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહેવા માટેની આગાહી કરવામાં આવી છે.

               અમદાવાદ શહેરમાં પહેલી જૂન બાદથી હજુ સુધી સિઝનલ વરસાદની વાત કરવામાં આવે તો ૧૫૨.૪ મીમી વરસાદ થયો છે. એટલે કે છ ઇંચ સુધી વરસાદ થયો છે જે ખુબ ઓછા વરસાદનો સંકેત આપે છે. સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસેલા હળવાથી ભારે ઝાપટાંઓના કારણે ગરમી અને ઉકળાટમાંથી થોડા સમય માટે નગરજનોને કંઇક રાહત અનુભવાઇ હતી પરંતુ મેઘરાજા મન મૂકીને નહી વરસતા શહેરીજનો થોડા ઉદાસ પણ થયા હતા. લાંબા સમય બાદ વરસાદના ઝાપટાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.  અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન વારંવાર વરસાદના ઝાપટાઓ પડ્યા હતા. હાલમાં અમદાવાદ શહેરમાં ઝરમર અને હળવા વરસાદની પધરામણી બાદ આજે નગરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. આજે વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું.

          વહેલી સવારથી લઇ બપોરે અને સાંજના સુમારે અમુક અમુક સમયના અંતરે મેઘરાજાએ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમની પધરામણી કરી હતી અને પૂર્વમાં બાપુનગર, નિકોલ, રામોલ, ઓઢવ, રખિયાલ, મણિનગર, વટવા, નારોલ સહિતના વિસ્તારોમાં તો, પશ્ચિમમમાં  શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, નવા વાડજ, પાલડી, કૃષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. એકબાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ અમદાવાદમાં હજુ પણ હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

ક્યાં કેટલુ તાપમાન.....

અમદાવાદ, તા. ૨૮ : દક્ષિણ ગુજરાત, સૌર ાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાોગમાં મધ્યમથીભારે વરસાદ યથાવતરીતે જારી રહ્યો છે. દક્ષિણ ગુજરાત ડાંગ, નર્મદા, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. ક્યાં કેટલુ તાપમાન રહ્યું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૩૨.૭

ડિસા............................................................... ૩૨

ગાંધીનગર................................................... ૩૩.૬

વડોદરા....................................................... ૩૧.૪

સુરત........................................................... ૩૦.૮

વલસાડ....................................................... ૩૦.૯

અમરેલી...................................................... ૩૨.૨

રાજકોટ....................................................... ૩૧.૫

નલિયા........................................................ ૩૨.૪

ભાવનગર.................................................... ૩૨.૯

સુરેન્દ્રનગર.................................................. ૩૧.૩

પોરબંદર .................................................... ૩૧.૪

(9:29 pm IST)