Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

નર્મદાની જળ સપાટી ઘટીને હવે ૧૨૧.૭૫ મીટર થઇ છે

છેલ્લા ૨૪ કલાકમાં નવ સેન્ટીમીટર ઘટી ગઈ : ઉપરવાસમાં પાણીની સપાટી ઘટતાં નર્મદા નીરમાં ઘટાડો

અમદાવાદ, તા. ૨૮ : ઉપરવાસમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદના પરિણામ સ્વરુપે નર્મદાની જળ સપાટી વધી રહી હતી પરંતુ હવે ઉપરવાસમાં પાણીની આવક ઘટી જતાં નર્મદાની જળ સપાટીમાં પણ ઘટાડો થયો છે. નર્મદાની જળ સપાટી હવે ૧૨૧.૭૫ મીટર ઉપર પહોંચી છે.

          અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકના ગાળામાં નર્મદાની જળ સપાટી નવ સેન્ટીમીટર ઘટી ગઈ છે. નર્મદામાં નીર આવક ઘટી જતાં આની ચર્ચા આજે દિવસ દરમિયાન જોવા મળી હતી. હાલમાં ઉપરવાસમાં વરસાદના લીધે પાણીની સપાટી સતત વધી રહી છે.

મળેલી માહિતી મુજબ નર્મદા નીરની સપાટી આંશિક ઘટી હોવા છતાં હજુ પણ પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ રહેલો છે. નર્મદા બંધમાં પાણીની આવક અને જાવકને લઇને સત્તાવારરીતે આંકડા જારી કરવામાં આવે છે. આજે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,

       છેલ્લા ૨૪ કલાકમાં નર્મદાની જળ સપાટી આંશિકરીતે ઘટી છે પરંતુ ઉપરવાસમાં વરસાદથી સપાટીમાં ફરીવાર ટૂંકમાં જ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.

(9:19 pm IST)