Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સુરત ત્રીપલ મર્ડર કેસમાં વડોદરા જેલમાંથી પેરોલ જમ્પ કરેલ વોન્ટેડ આરોપીને ભાવનગર એલસીબીએ ઝડપ્યો

નાની વાવડી ગામેથી કિશન ખોખરને ઝડપી લેવાયો

સુરત ત્રીપલ મર્ડર કેસનો આરોપી વડોદરા જેલમાંથી પેરોલ જમ્પ કરેલ નાસ્તો ફરતો આરોપીને ભાવનગર એલસીબીએ ઝડપી લીધો છે 

 ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર  છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

 સુરત કામળેજ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૧૩૦/૨૦૦૮ ઇ.પી..કો. કલમ-૩૯૪, ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯,૧૨૦(બી) તથા  સુરત વરાછા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૧૦૬/૨૦૧૬ ઇ.પી.કો. ૩૦૨,૩૦૭, વિગેરે મુજબના ગુન્હામાં આરોપી કિશન રમશેભાઇ ખોખર/પટેલ ઉવ.૨૫ રહે. ૧૧૧ પ્રભુકૃપા સોસાયટી કાપોદ્રા સુરત  મુળ વતન- નાની વાવડી તા. ગારીયાઘાર  જી.ભાવનગર વાળાની વિરૂધ્ધ માં નોઘાયેલ અને  આરોપીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવા માં આવેલ હતો અને તે દરમ્યાનર આરોપી એ પેરોલ રજાની માંગણી કરતા તા.૧૨/૦૭/૫૨૦૧૯ થી દિન-૦૭ ની પેરોલ રજા ઉપર વડોદરા જેલ માંથી મુકત કરવામાં આવેલ અને રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ ર આરોપી  જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ હતો

  ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં *પોલીસ કોન્સ. શકિતસિંહ સરવૈયા  તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર* ને  બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો સજાનો આરોપી કિશન રમશેભાઇ ખોખર/પટેલ તેના ગામ નાની વાવડી ખાતે હોવાની  બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો નાની વાવડી ગામે જઇ  પેરોલ રજા ઉપરના સજા પામેલ આરોપી કિશન રમશેભાઇ ખોખર/પટેલ (રહે. ૧૧૧ પ્રભુકૃપા સોસાયટી કાપોદ્રા સુરત)ને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.

 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ હરગોવિંદભાઇ બારૈયા પો.કો. શકિતસિંહ સરવૈયા તથા દિલીપભાઇ ખાચર તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા મનદિપસિંહ ગોહિલ તથા ગારીયાઘાર પો.સબ.ઇન્સ. શ્રી. કે.એચ.ચૈાઘરી પો.કો. મહિપાલસિંહ સરવૈયા તથા પો.કો.કમલગીરી ગૈાસાઇ ડ્રા.હારીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(8:48 pm IST)