Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

GST કાઉન્‍સિલે કટ એન્‍ડ પોલિશ્‍ડ ડાયમંડ પર દર વધારાની સ્‍વીકારી માંગ

સુરતના ડાયમંડ ઉદ્યોગને મોટી રાહત

સુરત, તા.૨૯: ડાયમંડ સિટી ગણાતા સુરતના હીરા ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર સામે આવ્‍યા છે. જીએસટી કાઉન્‍સિલે સુરત ડાયમંડ ઉદ્યોગકારોની માંગણીનો સ્‍વીકાર કર્યો છે. કટ એન્‍ડ પોલિશ્‍ડ ડાયમંડ પર જીએસટી દર વધારવામાં આવ્‍યો છે. કાઉન્‍સિલ દ્વારા જીએસટી દરમાં ૧.૫ ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. અગાઉ ૦.૨૫ ટકા દર હોવાથી વેપારીઓની જીએસટી બ્‍લોક થતી હતી. જ્‍યારે ડાયમંડ ઉદ્યોગમાં અન્‍ય જગ્‍યાએ ૩ થી ૧૮ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્‍યો છે.

મહત્‍વનું છે કે ચંદીગઢમાં ઞ્‍લ્‍વ્‍ કાઉન્‍સિલની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જીવનજરૂરી વસ્‍તુઓ પર જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે.  GST કાઉન્‍સિલની બેઠકમાં, દહીં, ચીઝ, મધ, માંસ અને માછલી જેવી કેન્‍ડ અને લેબલવાળી બ્રાન્‍ડેડ વસ્‍તુઓ પર ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ સિવાય બેંકો દ્વારા ચેક જાહેર કરવાના બદલામાં લેવામાં આવતી ફી પર પણ GST ચૂકવવો પડશે. મહત્‍વનું છે કે GST કાઉન્‍સિલની ૪૭મી બેઠકનો આજે અંતિમ દિવસ છે. કેન્‍દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્‍યક્ષતામાં અને તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. કાઉન્‍સિલની બેઠક છ મહિના બાદ મળી છે.

અધિકારીઓએ જણાવ્‍યું કે રાજ્‍યોના નાણા મંત્રીઓના જૂથની મોટાભાગની ભલામણો સ્‍વીકારવામાં આવી છે. ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) સંબંધિત મુદ્દાઓ પર દરોને તર્કસંગત બનાવવા માટે મુક્‍તિ પાછી ખેંચવા માટેની ભલામણો આવી હતી. તમને જણાવી દઈએ કે કેન્‍દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્‍યક્ષતામાં બનેલી કાઉન્‍સિલમાં રાજ્‍યોના નાણામંત્રી સામેલ છે.

(3:32 pm IST)