Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વડોદરાના કારેલીબાગમાં ફાયરિંગ કરી લૂંટારૃઓએ લૂંટેલી કાર ફતેપુરામાંથી મળી આવી

વડોદરા:કારેલીબાગમાં ફાયરિંગ કરી રૃ.૬ લાખની કેશ લૂંટનારા ત્રણેય લૂંટારા કેટલાક દિવસોથી શહેરમાં ખુલ્લેઆમ ફરતા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. લૂંટારૃઓએ ફતેપુરા વિસ્તારમાં છોડી દીધેલી કાર આજે મળી આવી છે. મુકતાનંદ ત્રણ રસ્તા પાસેના એચડીએફસી બેન્કના એટીએમની બહાર ગઇકાલે બપોરે ૧.૨૫ કલાકે કાળારંગની કારમાં આવેલા ત્રણ લૂંટારાએ કેશવાનના કસ્ટોડિયન અંકિત ઠાકોર પર તિક્ષણ હથિયારથી હુમલો કરી અને ફાયરિંગ કરી રૃ.૬ લાખની લૂંટ ચલાવી હતી.ગનમેને ફાયરિંગ કર્યું હતું પણ લૂંટારા જીવનભારતી તરફ રોંગસાઇડે ફરાર થઇ ગયા હતા. ઉપરોક્ત બનાવ બાદ પોલીસ લૂંટારાના સગડ શોધી રહી હતી ત્યારે આજે સવારે નવેક વાગે ફતેપુરા મંગલેશ્વર ઝાંપા સામે કોર્પોરેશનના દવાખાના બહાર લૂંટારૃઓએ છોડી દીધેલી કાળારંગની કાર બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા.

(6:06 pm IST)