Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વાપીના સેલવાસમાં 3 વર્ષની માસુમ બાળકી માતાની ગેરહાજરીમાં રસોડામાં સળગી ગઈ

વાપી: સેલવાસના દેમણીગામે ચાલીમાં રહેતા પરિવારની 3 વર્ષીય માસૂમ બાળકી આજ રોજ શરીરે ૧૦૦ ટકા ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોત થયું હતું. જો કે બાળકી કઈ રીતે દાઝી ગઈ તે અગે કોઈ વિગત બહાર આવી શકી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સેલવાસના દેમણીગામે  કૂવા ફળિયામાં શૈલેષભાઈની ચાલમાં જયદીપ દેવનાથ પરિવાર સાથે રહે છે. આજે સવારે જયદીવ નજીકમાં આવેલી ચ્હા - નાસ્તાની દુકાન પર ગયો હતો. લગભગ ૯ વાગ્યાની આસપાસ જયદીપની પત્ની ગેસ પર ચોખાનું કૂકર મુકી બહાર પાણી લેવા ગઈ હતી. થોડી મિનિટો બાદ પત્ની પાણી લઈ પરત ઘરમાં આવતા જ ૩ વર્ષીય પુત્રી ત્રિસાને સળગતી હાલતમાં જોતા ભારે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્રિસા શરીરે ગંભીર રીતે દાઝી જતાં તાત્કાલિક સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે ટુકી સારવાર બાદ ત્રિસાનું મોત થયું હતું. જો કે ત્રિસાની માતા બહાર પાણી લેવા ગઈ તે દરમિયાન સળગતી હાલતમાં ત્રિસાને જોતા આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે કોઈ માહિતી બહાર આવી શકી નથી
 

(5:53 pm IST)