Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મહેમદાવાદના કાચ્છઈમાં બાઈકની હડફેટે ચાલકને ગંભીર ઇજા

મહેમદાવાદ: તાલુકાના કાચ્છઈમાં રહેતા સંજયભાઈ મેલાભાઈ બારૈયા ગત તા.૨૬-૬-૧૮ની બપોરે સાયકલ લઈને રોડ પરથી જઈ રહ્યો હતો. ત્યારે પૂરઝડપે હંકારી આવેલ મોટર સાયકલ નં. જીજે-૦૭ સીએ-૭૮૭૭ સાયકલ સાથે અથડાતા સંજયભાઈ બારૈયાને ડાબા ગાલ તેમજ કપાળ ઉપર ઈજા થઈ હતી. 
આ બનાવ અંગે મેલાભાઈ જવાનભાઈ બારૈયાએ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:45 pm IST)