Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજ્યમાં ''રેરા 'કાયદા અંતર્ગત 3000 રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટ અને 600 જેટલા એજન્ટોનું રજીસ્ટ્રેશન

અમદાવાદ :કેન્દ્ર સરકાર દ્વારા રીઅલ એસ્ટેટ એકટ-૨૦૧૬ કાયદો અમલી બનાવ્યા બાદ રાજ્યમાં ૧લી મે (૨૦૧૭)થી આ કાયદો અમલી બનાવીને ગુજરાત રીઅલ એસ્ટેટ ઓથોરીટીની રચના કરાઈ હતી જેમાં રાજ્યના ૩૦૦૦ રીઅલ એસ્ટેટ પ્રોજકેટનું તેમજ ૬૦૦ જેટલા એજન્ટોનું પણ રજિસ્ટ્રેશન થયું છે, એમ ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના સેક્રેટરીએ જણાવ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રેરા કાયદા હેઠળ રાજ્યના પ્લાનીંગ વિસ્તારમાં આવેલા તથા ૫૦૦ ચો.મી.થી વધુ જગ્યા અથવા ૮ થી વધુ યુનિટ વાળા તમામ પ્રોજેકટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રેરા રજિસ્ટ્રેશન વિના પ્રોજેકટનું વેચાણ-બુકીંગ કે માર્કેટીંગ કાયદા અન્વયે પ્રતિબંધિત છે.

 રજિસ્ટ્રેશનને પાત્ર હોય તેવા તમામ પ્રોજેકટ માટે રેરા કચેરી ખાતે રજિસ્ટ્રેશન ન કરાવેલુ હોય તો સત્વરે નોંધણી કરાવી લેવા તમામ બિલ્ડર-પ્રમોટર તથા ડેવલપર્સને ઓથોરીટી દ્વારા તાકીદ કરાઇ છે. છેલ્લા છ માસમાં વિવિધ પ્રોજેકટ સંદર્ભે મકાનમાં એલોટી દ્વારા કરવામાં આવતી ફરિયાદો અન્વયે ત્વરિત સુનાવણી કરીને કેસો ચલાવાયા હતા અને ફરિયાદોનો નિકાલ કરી કાયદાકીય કામગીરી કરી ગંભીર કિસ્સાઓમાં આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

(11:16 pm IST)