Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વિરોધના વંટોળ વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખે હોદ્દો સંભાળ્યો :શશીકાંત પટેલ થલતેજના ફાર્મહાઉસથી સરઘસ કાઢીને કાર્યાલય પહોંચ્યા

અમદાવાદ :અમદાવાદ શહેર કોંગ્રેસમાં પ્રમુખને લઇને થયેલ  વિરોધ બાદ શશિકાંત પટેલે  શહેર પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો.આજે શશિકાંત પટેલે વિજય મુર્હતમાં પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. થલતેજ ખાતેનાં તેમના ફાર્મ હાઉસથી લઇને સરઘસ કાઢીને તેઓ લાલ દરવાજા ખાતે આવેલ કાર્યાલય ખાતે પહોચ્યાં હતા. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ કાર્યકરોને સાથ અને સહયોગ આપવા આહવાન કર્યુ હતુ.

(12:04 am IST)