Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનનો જથ્થો રાજપીપલા કોવિડ હોસ્પિટલને ફાળવાયો

રાજપીપલા કોવિડ હોસ્પિટલને વિદેશી સહાય અન્વયે GMSCL તરફથી ૧૦ બાયપેપ વેન્ટીલેટરની પણ ફાળવણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા અેમ્ફોટેરીસીન (Amphotericin)-૫૦ mg. ઇન્જેક્શનનો ૫૦નો જથ્થો સરકાર તરફથી રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને ફાળવવામાં આવ્યો છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલને જરૂર હશે ત્યારે રાજપીપલાના સિવિલ સર્જન મારફત આ ઇન્જેક્શન ફાળવી અપાશે. તદઉપરાંત વિદેશી સહાય અન્વયે ડોનેશનના રૂપમાં આરોગ્યલક્ષી સેવાઓ માટેના ઉપકરણો અંતર્ગત GMSCL, ગાંધીનગર તરફથી રાજપીપલાની કોવિડ હોસ્પિટલને ૧૦ બાયપેપ વેન્ટીલેટર પણ ફાળવવામાં આવ્યા હોવાનું સિવિલ સર્જન અને નોડલ અધિકારી ડૉ. જ્યોતિબેન ગુપ્તા તરફથી જણાવાયું છે

(10:01 pm IST)