Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રૂંઢ ભીલવાડા ગામમાં અગાઉના સસરાએ પુત્રવધુને માર મારી મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના રૂંઢ ભીલવાડા ગામમાં પૂર્વ સસરાએ બાળકોને મળવા ગયેલી પુત્રવધૂને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદ થવા પામી છે
પ્રાપ્ત માહિતી અનુસાર રૂંઢ ભીલવાડા ગામમાં રહેતા ટીનાબેન રાયસિંગભાઈ વસાવાની ફરીયાદ મુજબ તેઓ તેમના પહેલાના નંબરના પતિ રાજુભાઇ બચુભાઇ વસાવાના ઘરે તેમના સંતાનોને જોવા માટે ગયેલ તે વખતે તેમના અગાઉ ના સસરા બચુભાઇ ગુસીયાભાઇ વસાવા રહે - રૂઢ ભીલવાડાએ ટીનાબેનને કહેવા લાગેલ કે તું અહિંયા શું કામ આવી છે તારે હવે અમારી સાથે કોઇ લેવા - દેવા નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે

(10:00 pm IST)