Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સુરત પોલીસ કમિશનરનો મોટો નિર્ણય : ટ્રાફિક પોલીસ અને TRB જવાન ફરજ વેળાએ મોબાઈલ ઉપયોગ કરી શકશે નહીં

ડ્યુટી પહેલા તેઓને મોબાઈલ ફોન પોઇન્ટ ઇન્ચાર્જને જમા કરાવવાનો રહેશે

સુરત પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, સુરતના ટ્રાફિક પોલીસકર્મીઓ અને ટીઆરબી જવાનો હવેથી ફરજ દરમિયાન મોબાઈલ ઉપયોગ કરી શકશે નહીં અને ડ્યુટી પહેલા તેઓને મોબાઈલ ફોન પોઇન્ટ ઇન્ચાર્જને જમા કરાવવાનો રહેશે. ટ્રાફિક જામ સમયે ફોન પર વાતો કરતાં નજરે પડતાં કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં રોડ પર થઈ રહેલા ટ્રાફિક જામને લઈ પોલીસ કમિશનર દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કમિશનરની ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગમાં આ સૂચના આપવામાં આવી હતી. અને જે પણ ટીઆરબી જવાન અથવા ટ્રાફિક પોલીસ જવાન ચાલુ ફરજ દરમિયાન ફોન પર વાત કરતા ઝડપાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

પોઇન્ટ ઉપરના કર્મચારીઓને હવે ચાલુ નોકરીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં દેવામાં નહીં આવે. જ્યારે ટ્રાફિક કર્મચારીની ફરજનો સમય પુરો થયેથી મોબાઈલ પરત આપવાના રહેશે. અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે અને તેની પાસેથી મોબાઈલ પકડાશે તો સુરત પોલીસ કમિશનર કચેરીમાં સાત દિવસ સુધી મોબાઈલ જમા કરી રાખવામાં આવશે.

(7:16 pm IST)