Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સુરતમાં 1લાખ 20 હજારના ચેક રિટર્નના કેસમાં રાજસ્થાનના વેપારીને 6 મહિનાની કેદની સુનવણી કરવામાં આવી

સુરત: શહેર ના ટેક્સટાઈલ ટ્રેડર્સ પાસેથી ખરીદેલા ઉધાર માલના પેમેન્ટ પેટે આપેલા રૃ.1.20 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી રાજસ્થાની વેપારીને દોષી ઠેરવી એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સંજય કુમાર મકવાણાએે છ મહીનાની કેદફરિયાદીને 30 દિવસમાં ચેકની લેણી રકમનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.
 

રીંગરોડ સ્થિત શીવકૃપા માર્કેટ તથા પુણાકુંભારીયા રોડ સ્થિત રઘુવીર બીઝનેશ એમ્પાયરમાં હેનીત ફેશન એલએલપીના ફરિયાદી ભાગીદાર જયપ્રકાશ બજરંગલાલ અગ્રવાલ પાસેથી જયપુર ખાતે  શ્રી ક્રિષ્ના સાડી સેન્ટરના કર્તા હર્તા ચેતન વર્માએ જે.બી.એજન્સીના એજન્ટ મારફતે રૃ.3.37 લાખની કિંમતનો સાડીનો ઉધાર જથ્થો ખરીદ્યો હતો. જેના પાર્ટ પેમેન્ટ પેટે આરોપી ચેતન વર્માએ જાન્યુઆરી-2019માં આપેલા 1.20 લાખના ત્રણ ચેક રીટર્ન થતા જીગ્નેશ ભરુચાવાલા મારફતે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. આજે કેસની અંતિમ સુનાવણી બાદ નકારાયેલા ચેક કાયદેસરના લેણા હોવાનું પુરવાર થતા કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા અને દંડનો હુકમ કર્યો હતો.

(6:05 pm IST)