Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા નજીક ટોલ ભરવા બાબતે અજાણ્યા યુવકોએ કર્મચારી પર પાઇપથી જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

સાબરકાંઠા:જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પ્રાંતિજ ટોલનાકા પાસે ગુરૂવારની મોડી રાત્રે એક કારમાં આવેલા યુવકોને ટોલ ભરવાની બાબતે બોલાચાલી થઈ હતી.બોલાચાલી બાદ યુવકે પોતાના અન્ય મિત્રોને ફોન કરતાં બીજી બે કારમાં તેના મિત્રો લાકડીઓ,લોખંડની પાઈપો અને સળીયા લઈ આવી હુમલો કર્યો હતો અને ટોલનાકાના સુપરવાઈઝર જયંતીભાઈ સોલંકી પર જીવલેણ હુમલો કરતાં તેમના માથથાના ભાગે લોખંડની પાઈપ ફટકારતાં તેઓ લોહીલુહાણ થતાં તેમને પ્રાથમિક સારવાર માટે પ્રાંતિજ સી.એચ.સી ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પીટલ આતે ખસેડવામાં આવ્યા હતા તેમના માથામાં લોખંડની પાઈપ વાગતાં માથાના ભાગે ૧૫ ટાંકા આવ્યા હતા.મારામારીની સમગ્ર ઘટના ટોલનાકાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર બનાવની જાણ ટોલનાકાના કર્મચારી દ્વારા પ્રાંતિજ પોલીસને કરતાં પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં હુમલાખોરો ભાગી છૂટયા હતા.

 

(5:56 pm IST)