Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પોલીસ મદદે :તાપી પોલીસ દ્વારા કોરોના નિયમો અને વેકસોનેશન અંગે જાગરૂકતા અભિયાન:પોલીસ બેનરો સાથે રોડ પર ઠેર ઠેર પહેલની પ્રશંસા

અકિલા સાથે વાતચીતમાં ડીવાઈએસપી એસ.કે.રાયએ જણાવ્યું કે સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ ગીચ વિસ્તારમાં કપડાના માસ્ક અપાયા : જીવન જરૂરીયાત અનાજ, દવા પણ આપી :એકલા જીવન જીવતા હોઈ તેની પણ દેખરેખ પોલીસ કરે છે કોરોના પોઝીટીવ સિનિયર સિટિઝન હોઈ તેની સેવામાં પણ પોલીસ કરે છે

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : પોલીસ માત્ર દંડ નહી પણ મદદે પણ આવે છે તેનું ઉતમ ઉદાહરણ છે તાપી જિલ્લા પોલીસ સિનિયર સિટીઝનની દેખભાળ માટે પોલીસ વિભાગ દ્વારા બનાવામાં આવેલું સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ તાપી પોલીસ દ્વારા વ્યારા નગર માં લોકો માં કોરોના જાગૃતિ આવે તે માટે કોરોનાના નિયમોની સમજણ આપી રસીકરણ માટે લોકોને જાગૃત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આમ તો ચાર રસ્તા પર ઊભેલી પોલીસ ને જોઇને સામાન્ય લોકો ને એમજ હોય છે કે પોલીસ કોરોના નિયમો કે ટ્રાફિક નિયમો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરશે જ પરંતુ વ્યારા ના નગર જાણો ને પોલીસ ની કઈક નવુજ રૂપ જોવા મળ્યું. સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સિનિયર સિટીઝનની દેખભાળ માટે બનાવામાં આવેલા સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ વ્યારા ખાતે પોલીસ દ્વારા કોરોના નિયમોનું પાલન અને કોરોના થી બચવા રસીકરણ માટે ની જાગૃતિ લોકો ને સમજણ આપી હતી અને સાથે સાથે પોલીસે માસ્ક ના પેહરનારા લોકો ને અને જરૂરિયાતમંદો ને માસ્ક વિતરણ કર્યું હતું. ઘડીક તો પોલીસ દ્વારા કરાયેલા કામને જોઈ ને અચંબામાં પડી ગયા હતા. જોકે પોલીસ દ્વારા કરાયેલા કામની લોકોએ પ્રશંસા કરી હતી.
અકિલા સાથે વાતચીતમાં ડીવાઈએસપી એસ.કે.રાયએ જણાવ્યું કે સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ ગીચ વિસ્તારમાં કપડાના માસ્ક આપવામાં આવ્યા હતા તેમજ જીવન જરૂરીયાત અનાજ, દવા આપવામાં આવી હતી એકલા જીવન જીવતા હોઈ તેની પણ દેખરેખ પોલીસ કરે છે કોરોના પોઝીટીવ સિનિયર સિટિઝન હોઈ તેની સેવામાં પણ પોલીસ કરે છે

(1:07 pm IST)