Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાજ્યના પાંચ જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંક 10 કરતા ઓછો : ડાંગ જિલ્લામાં એકપણ કેસ નહીં

મોરબીમાં 6, તાપીમાં 6, છોટા ઉદેપુરમાં 2 અને બોટાદમાં એક કેસ નોંધાયો: મોરબીમાં 52, તાપીમાં 131, બોટાદમાં 28 અને ડાંગમાં 7 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

અમદાવાદ : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાંથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે પાંચ જિલ્લા એવા રહ્યા જ્યાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા 10 કરતાં પણ ઓછી રહી જ્યારે એક જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. મોરબીમાં 6, તાપીમાં 6, છોટા ઉદેપુરમાં 2 અને બોટાદમાં કોરોના વાયરસનો એક નવો કેસ નોંધાયો હતો જ્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. જ્યારે મોરબીમાં 52, તાપીમાં 131, બોટાદમાં 28 અને ડાંગમાં 7 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

(11:07 am IST)