Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ગૃહણીઓનું બજેટ ખોરવાયું :શાકભાજીના પાકને નુકસાન થતા ભાવમાં જબરો વધારો

તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોના ઉનાળું પાક ઉપરાતં બાગાયતી પાક, શાકભાજી સહિતાના પાકને નુકસાન

અમદાવાદ : તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેડૂતોના શાકભાજી સહિતના મબલખ પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ઉનાળું પાક ઉપરાતં બાગાયતી પાક, શાકભાજી સહિતાના પાકને નુકસાન પહોંચ્યું છે જેના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધોરો જોવા મળી રહ્યો છે

  વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ અને ભારે પવન વચ્ચે ખેતરમાં રહેલા શાકભાજીના પાકને પણ નુક્સાનીનો સામનો કરવો પડ્યો છે, જેથી હવે માર્કેટમાં શાકભાજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી ત્યારે શાકભાજીના ભાવ આકાશે આંબી રહ્યા છે. જેથી ગ્રૃહિણીઓનું બજેટ  ખોરવાયું છે. રાજ્યમાં અમદાવાદ,સુરક વડોદરા સહિત રાજ્યના મહાનગરો અને મોટા શહેરોમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે જેને લઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે

(10:44 am IST)