Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

નાંદોદ તાલુકના એક ગામની સગીરાને લગ્નની લાલચે ભગાડી જઇ બળાત્કાર કરનાર યુવાન સહીત ત્રણ સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના એક ગામની સગીર વયની દીકરીને લગ્નની લાલચે ભગાડી જઇ શારીરિક સંબંધ બાંધી ધમકી આપનાર યુવાન સામે ગુનો દાખલ થયો છે
  પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદના એક ગામની સગીરા ને લગ્ન કરવાના ઈરાદે ભગાડી જનાર ગીરીશભાઇ જમના ભાઇ વસાવા (રહે.ગાગર તા.નાંદોદ)  સગીરાને બળજબરી પૂર્વક લઇ જઇ તેની સાથે બળાત્કાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તથા આ ગુનો કરવામાં ગિરીશને મદદગારી કરનાર તેનાજ ગામના સુજીતભાઇ ઠાકોરભાઇ વસાવા તથા અંકિતભાઇ ફિલીપભાઇ વસાવા મળી કુલ ત્રણ વિરુદ્ધ સગીરાની માતાએ ફરીયાદ આપતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:05 pm IST)