Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભિલોડા તાલુકાના બુઢેલી ગામે રમતા રમતા બાળક ભરબપોરે કારમાં પુરાઈ જતા કમકમાટી ભર્યું મૃત્યુ

ભિલોડા:તાલુકાના બુઢેલી ગામે રમતા રમતા બાળક ભરબપોરે કારમાં પૂરાઈ જતાં ગૂંગળાઈ જવાના કારણે બે વર્ષના બાળકનું મોત નીપજયું હતું.જયારે પરિવારજનો કુંટુંબીક ભાઈના ઘરે બેસવા ગયા હતા.ત્યારે ઘરે પરત આવતાં ઘરમાં રહેલા  બે વર્ષિય બાળક જોવા ન મળતાં પરિવારજનો એ શોધખોળ હાથ ધરી હતી.

બાળક કારમાં બેભાન હાલતમાં જોવા મળતાં માતા-પિતાના હોંશકોશ ઉડી ગયા હતા.બે વર્ષિય પુત્ર ને તાબડતોડ બેભાન હાલતમાં હોસ્પિટલલઈ ગયા હતા. ત્યારે ફરજ પર ના ર્ડાકટરે બે વર્ષ ના બાળકને મૃત જાહેર કરતાં પરિવારજનોએ ભારે આંક્રદ કરી મુકયું હતું.આમ બે વર્ષિય બાળકનું કારમાં શ્વાસ રૃંધાઈ જવાના ના કારણે મોત નીપજતાં પંથકમાં શોક છવાયો હતો.

(6:08 pm IST)