Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સુરતમાં બીઆરટીએસ કેનાલ નજીક પોલીસે દોડતી રિક્ષામાંથી 60 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું:ગુનો દાખલ

સુરત: શહેરમાં ઈદની પૂર્વસંધ્યાએ સુરતના પુણામાં સમ્રાટ સ્કૂલ ચાર રસ્તા બીઆરટીએસ કેનાલ રોડ ઉપર સમ્રાટ સ્કૂલથી ભાઠેના બ્રીજ તરફ પુરઝડપે જતી એક રીક્ષામાંથી પડેલા એક પોટલામાં 60 કિલોગ્રામ ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતો લોકરક્ષક હિમાંશુ રમેશભાઈ સિધ્ધપુરા ગત 24 મી એ સાંજે ઈદની પૂર્વસંધ્યાએ સમ્રાટ સ્કૂલ ચાર રસ્તા બીઆરટીએસ કેનાલ રોડ ઉપર વુમન લોકરક્ષક ક્રિષ્નાબેન સાથે ફરજ ઉપર હાજરહતા ત્યારે 6.15 ના અરસામાં એક રીક્ષા પુરઝડપે સમ્રાટ સ્કૂલ ચાર રસ્તાથી ભાઠેના બ્રીજ તરફ નીકળી હતી. વળાંક ઉપર રીક્ષામાંથી સફેદ રંગનું પ્લાસ્ટીકનું પોટલું પડતા હિમાંશુએ રીક્ષાવાળાને બૂમ પાડી હતી. જોકે, રીક્ષાચાલક ઉભો રહ્યો ન હતો. આથી હિમાંશુએ ક્રિષ્નાબેન સાથે ત્યાં જઈ જોયું તો પોટલું ફાટી ગયું હતું અને તેમાંથી તીવ્ર વાસ આવતી હતી. પોટલામાં માંસ હોય આ અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

(6:04 pm IST)