Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અમદાવાદમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા ૧૯૭ તબીબો અત્યાર સુધીમાં કોરોનાની ઝપટમાં આવી ગયા

અમદાવાદ :જ્યારથી કોરોનાનો કહેર શરૂ થયો છે, ત્યારથી ડોક્ટર, પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા છે. પરંતુ સૌથી વધુ આ કોરોના વોરિયર્સ જ કોરોનાના શિકાર થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાએ ફ્રન્ટલાઇન વોરિયર્સને ઝપેટમાં  લીધા છે. શહેરના 197 જેટલા ડોક્ટર કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ 197 ડોક્ટરમાં સરકારી અને ખાનગી ડોક્ટરનો સમાવેશ થાય છે. ખાનગી પ્રેક્ટિસ કરતા 38 ડોક્ટર કોરોનાના સંક્રમણમાં આવેલા છે. તો સરકારી હોસ્પિટલના 150 વધારે તબીબોને કોરોનાની અસર થઈ છે.

    સિવિલ કેમ્પસના 34

    સિવિલ હોસ્પિટલના 75

    એલજી હોસ્પિટલના 23

    સોલા સિવિલના 5

    એસવીપીના 17

    યુએન મહેતાના ૩

    કિડની હોસ્પિટલના 1

    ઇએસઆઇએસના ૧

    ૩૮ ખાનગી ડોક્ટર પોઝિટિવ

સિનીયર ડોક્ટર કોરોના વોર્ડમાં જતા નથી

સરકારી હોસ્પિટલમાં જેટલા તબીબો પોઝિટિવ સાબિત થયા છે, તે તમામ ડોક્ટરમાં જુનિયર અને રેસિડન્સ ડોક્ટરનો સમાવેશ થાય છે. ત્યારે સિનિયર ડોક્ટર કોરોના વોર્ડમાં ન જતા હોવાના સતત આક્ષેપો થયા છે. ત્યારે પોઝિટિવ ડોક્ટરની સંખ્યા પરથી સાબિત થયું છે કે સિનીયર તબીબો કોરોના વોર્ડમાં ફરજ બજાવતા નથી. કોરોનાના દર્દીઓને કોઇ તકલીફ હોય તો સિનિયર ડોક્ટર માત્ર ફોન પર સલાહ સૂચન અને દવા અંગેનું માર્ગદર્શન આપે છે. જુનિયર અને રેસિડેન્ટ ડોક્ટરના કોરોના પોઝીટીવ થવાના કારણે તેમના પરિવારના સભ્યો પણ થયા પોઝિટિવ આવ્યા છે. રેસિડન્ટ તબીબોતના માતા-પિતા, પત્ની અને માસુમ બાળકોના પોઝિટિવ થવાના કિસ્સા પણ સામે આવ્યા છે. સિનિયર ડોક્ટર ઓફિસમાં જ રહેતા હોવાનુ આખરે આ આંકડા પરથી સાબિત થયું છે, 95 ટકા જુનિયર ડોક્ટર પોઝિટિવ હોવાનુ આંકડા કહે છે. આવામાં જુનિયર તબીબો મોતના કુવામાં કામ કરી રહ્યાં છે તેવુ ધ્યાને હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

(5:03 pm IST)