Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગાંધીનગર જિલ્લાનો ૮૬ ટકા વિસ્તાર કોરોનામુકતઃ ડી.ડી.ઓ રાવલ

ગાંધીનગર,તા.૨૯: ગાંધીનગર જિલ્લાનો ૮૬ ટકા ગ્રામ્ય વિસ્તાર કોરોના મુકત અને સલામત રહી શકયો છે. તેમજ ૧૪ ટકા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે, તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યુ છે.

શ્રી આર.આર.રાવલે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં કોરોનાનો હાહાકાર છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે લોક ડાઉનની કડક અમલવારીએ ઉમદા ભૂમિકા અદા કરી છે. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામના સરપંચશ્રીઓ, અગ્રણીઓ અને યુવાનોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટેની જાગૃત્ત્િ। લાવવાની કામગીરી કરવામાં આવતાં તેમના દ્વારા સુચારું રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને ગ્રામજનોની જાગૃત્ત્િ।ના હિસાબે ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ગામે ગામ ફેલાતા અટકાવી શકાયું છે. ગાંધીનગર જિલ્લામાં આજની તારીખે કુલ- ૧૨૯ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. ગાંધીનગર જિલ્લાના માત્ર ૩૪ ગામોમાં જ કોરોનાના કેસ છે. જેની ટકાવારી પર નજરે નાખીએ તો ગાંધીનગર જિલ્લાના ૧૪ ટકા ગામોમાં કોરોનાના કેસો નોંધાયા છે. તેમજ ગાંધીનગર જિલ્લાના ૮૬ ટકા ગ્રામ્ય વિસ્તાર કોરોના મુકત અને સલામત રહ્યો છે. આ વાત 'મારું ગામ કોરોના મુકત ગામ' રાખવાનો જશ ગ્રામજનોને જાય છે.

(1:01 pm IST)