Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

હળદર અને સૂંઠ નાખેલી કેક વિચારી હતી કયારેય?

ન વિચારી એ તમારી ભૂલ, કારણ કે કોરોનાના કટોકટી કાળમાં આ ઇમ્યુનિટી બૂસ્ટર કેક અત્યારે લાઇમ લાઇટમાં છે

અમદાવાદ તા. ર૯ :.. સૌથી પહેલાં અમૂલે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને 'ગોલ્ડ મિલ્ક' ઇન્ટ્રોડયુસ કર્યુ તો એ પછી સુરતની સ્તુતિ ફુડસે કોરોના - ફાઇટર ખાખરા લોન્ચ કરીને સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હવે એ જ યાદીમાં અમદાવાદની કેકેલિયશ અને ધી કેક શોપ નામની શોપ ધરાવતા ગુંજન પરમારે ઇમ્યુનિટી બૂસ્ટર કેક ઇન્ટ્રોડયુસ કરી છે. કયારેય કલ્પના પણ ન થઇ શકે કે હળદરવાળા દૂધ અને સૂંઠનો કેકમાં ઉપયોગ થાય, પણ ગુંજન પરમારની ઇમ્યુનિટી બૂસ્ટર કેકમાં આયુર્વેદમાં પોપ્યુલર થયેલી આ બન્ને વેરાઇટીનો વપરાશ કરવામાં આવ્યો છે તો સાથોસાથ આ કેકમાં કેળાં, કાજુ બદામ, કિસમિસ અને ખજૂર ઉપરાંત વેનિલા બટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કેકનું સર્જન કરનારા ગુંજન પરમાર કહે છે, અત્યારના સમયમાં બધા ડરી ગયા છે એવા સમયે સૌ કોઇને હેલ્ધી ખાવું છે. આ એવી હેલ્ધી આઇટમ છે જે કોરોના સામે ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ પણ કરે છે.

સૂંઠ સ્વાદમાં તીખી હોય છે. પણ ગુંજન પરમારનો દાવો છે કે આ કેક ખાનારાને કયાંય સ્વાદમાં એની તીખાશ આવતી નથી. ગુંજન કહે છે. 'સવારના સમયે નાસ્તામાં ચા કે કોફી સાથે જો આ કેકનો એક પીસ લીધો હોય તો પણ દિવસ એનર્જેટિક બની જાય છે. એટલે માત્ર કોરોનાની મહામારી દરમ્યાન જ નહીં, આ કેક રૂટીનમાં પણ એટલી જ હેલ્ધી છે.'

ગુંજન પરમારે કેક બનાવ્યા પછી સૌથી પહેલાં પોતાના દીકરાને ટેસ્ટ કરાવી હતી.

(11:35 am IST)
  • કર્ણાટકના દક્ષિણ ભાગમાં સર્વત્ર ૩ થી ૪ ભારે વરસાદ : બેંગ્લુરૃઃ કર્ણાટકના દક્ષિણના આંતરીક ભાગોમાં ૩ થી ૪ ઇંચ જેવો ભારે વરસાદ પડયો છે. મૈસુરમાં ૩ ઇંચ, માંડયામાં ૩ાા ઇંચ અને ચામરાજનગર જીલ્લામાં ધમધોકાર ૪ ઇંચ વરસાદ ખાબકયો છે. access_time 11:51 am IST

  • દેશનું નામ ' ઇન્ડિયા ' નહીં " ભારત " અથવા " હિન્દુસ્તાન " રાખો : ભૂતકાળની ગુલામીમાંથી બહાર આવી ભાવિ પેઢીમાં રાષ્ટ્ર ભાવના જાગૃત કરવી જરૂરી : દિલ્હીના એક નાગરિકે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશનની સુનાવણી 2 જૂનના રોજ access_time 7:40 pm IST

  • રાત્રે આણંદના તારાપુર પંથકમાં કમોસમી વરસાદ:વરસાદ આવતા ગરમીથી લોકોને રાહત access_time 10:21 pm IST