Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

લોકડાઉનને લીધે વેપારીઓ બપોરે ઊંઘવાનું ભૂલી ગયા

હવે બપોરની ઊંઘ પાછી આવે તેવું લાગતું નથી : બપોરે વેપાર-ધંધા ખુલ્લા રહે છે તે ખૂબ જ આવરકારદાયક લોકોએ ધંધા માટે ઊંઘનું બલિદાન આપવાનું નક્કી કર્યું

રાજકોટ, તા. ૨૮ : કોરોના વાયરસ લોકડાઉને રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના લોકોની પરંપરાગત લાઈફસ્ટાઈલ તથા વેપારમાં બહુ મોટા ફેરફાર લાવી દીધા છે. સૌથી મોટો ફેરફાર બપોરના થી ૪ના સમયગાળામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના લોકો આરામદાયક રીત સૂઈ જતા હતા, તે હવે બંધ થઈ ગયું છે. રાજકોટના વેપારી અરવિંદ ગંગદેવ કહે છે, રાજકોટમાં સાંજે થી સવારના વાગ્યા સુધી લોકડાઉન છે જેના કારણે સવારે થી બપોરે વાગ્યા સુધી ધંધા-વેપાર ચાલુ રહે છે. આને કારણે રાજકોટની પરંપરાગત લાઈફસ્ટાઈલમાં ચેન્જ થયો છે જે અનુસાર લોકો બપોરે થી ઊંઘ લેતા હતા તે બંધ થઈ ગઈ છેજોકે, લોકોએ ધંધા માટે ઊંઘનું બલિદાન આપવાનું નક્કી કર્યું. એક ગૃહિણીએ કહ્યું કે, બપોરના સમયમાં વેપાર-ધંધા ખુલ્લા રહે છે તે ખૂબ આવરકારદાયક ફેરફાર છે.

           તેઓ કહે છે કે, આશા રાખીએ સૌરાષ્ટ્રમાં પ્રથા આગળ પણ ચાલુ રહે. પહેલા જ્યારે અમારે કંઈક ખરીદવા માટે બહાર જવું હોય તો ઘડિયાળ સામે જોવું પડતું હતું. અમારે અગાઉથી પ્લાન કરી વાગ્યા પહેલા ખરીદી પતાવી દેવી પડતી હતી. હવે બધું દૂર થયું છે. તે સારું છે. રાજકોટના સુરેન્દ્રનગર મેઈન રોડ પર સુપર માર્કેટ ધરાવતા જિતેશ કુંદનાની કહે છે કે, પહેલા કોઈ ગ્રાહક બપોરે વાગ્યાની આસપાસ અમારે ત્યાં આવે તો અમે તેને પાછું મોકલતા, કારણ કે તં બંધ કરવાનો સમય રહેતો હતો. નવો સમય ટ્રાવેલિંગ સેલ્સમેન માટે પણ ખૂબ સારો છે. પહેલા તો તેમને બપોરના ત્રણ કલાક શું કરવું તેની કોઈ ખબર નહોતી. જિતેશના સુપર માર્કેટનો સમય અત્યારે સવારે થી ચાર વાગ્યાનો છે અને લોકડાઉન પછી પણ બપોરના સમયમાં દુકાન ખુલ્લી રાખવાનું વિચારે છે.

           લોકો ચુસ્ત પણ માને છે કે, બપોરના સમયની ઊંઘ જરૂરી છે તેઓ કહે છે કે, આને કારણે તાજગી મળે છે. અને દિવસના બીજા સેશનમાં સારી રીતે કામ કરી શકાય. અસલમાં તે ખૂબ સારી બાબત છે. સુરેન્દ્રનગરના છૂટક વેપારી કહે છે કે, તેઓ અગાઉ પણ બપોરના સમયે દુકાન ખુલ્લી રાખતા હતા કે, ગામડાના ગ્રાહકો ખરીદી કરવા આવતા. જો કે, ગ્રાહક જ્યારે ઓછા હોય ત્યારે દુકાનમાં ખૂણામાં તેઓ એક ઝબકી લઈ લેતા. જામનગરના સેલ્સમેન કમલેશ મમતોરા માને છે કે, જે રીતે લોકો કોઈપણ બ્રેક વિના સતત કામ કરી રહ્યા છે તે જોતાં હવે બપોરની ઊંઘ પાછી આવે તેવું લાગતું નથી.

(10:05 pm IST)