Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

બોડેલીમાં ધોળે દિવસે વેપારીના ઘરમાંથી 20 તોલા દાગીના સહીત 12 લાખની રોકડની ઉઠાંતરી

બોડેલી:અલીપુરાની ગજાનંદ પાર્કમાં ધોળે દિવસ તસ્કરો ઘરમાં ઘૂસી ૧૨ લાખ રોકડા અને ૨૦ તોલા સોનાની મતોનો હાથફેરો કરી ફરાર થઈ હતા.
બોડેલી માર્કેટ રોડ પર કરિયાણાનો ધંધો કરતા અને ગજાનંદ પાર્ક, ગંગાનગર સોસાયટીમાં રહેતા રાજેશકુમાર પ્રતાપચંદ મહેશ્વરીના મકાનનું રીનોવેશન કામ ચાલુ હોવાથી ઘરના સભ્યો ભાડાના મકાનમાં રહેવા ગયા હતા.  રિનોવેશન વાળા મકાને એક ઓરડો સુવા આરામ કરવા રાખ્યો હતો. અને તેમાં તિજોરી મુકેલ હતી.

બે દિવસ શનિ રવિ બેંકો બેંધ હોવાથી દુકાનની ૧૨ લાખ રૃપિયા જેટલી સિલક અને સોના ઘરેણાં રિનોવેશન મકાનની તિજોરીમાં મુકાયા હતા. અને ઓરડાને તાળુ મારેલ હતુ. બપોરના સુમારે રાજેશભાઈના મકાનની પાછળના ભાગે લોખંડની બારી તોડી તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા.

તિજોરી મુકેલ ઓરડાનું તાળુ તોડી ૧૨ લાખ રૃપિયા રોકડા અને સોનાનું મંગલસૂત્ર , વીટીઓ મળી અંદાજે ૨૦ તોલા સોનું ઉઠાવી ગયા હતા. જ્યારે ચાંદી છોડી ભાગી ગયા હતા. ભાડાના મકાનથી મકાન પર  આળ જોતા ઓરડાનો સામાન ફેંદી નાંખેલ હતો. અને તપાસ કરતા રોકડા અને સોનુ  ગાયબ હતુ. ધોળે દિવસે આ રીતે ચોરી થતાં લોકોમાં ભય ફેલાયો છે.

(5:55 pm IST)