Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ભાદરણ-ઉમરેઠમાંથી પોલીસે બાતમીના આધારે 10 જુગારીઓને ઝડપ્યા

ભાદરણ: ઉમરેઠ પોલીસે અનુક્રમે રામપુરા અને ઉમરેઠ ખાતે દરોડાઓ પાડીને ૧૦ જુગારીઓને પત્તા પાનાનો જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૫૮૪૦ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાદરણ પોલીસે આજે સાંજના સુમારે રામપુરા-પીલોદ્રા સીમની વચ્ચે આવેલા નીલગીરીવાળા ખેતરની વાડની ઓથે દરોડો પાડીને જુગાર રમી રહેલા ગીરીશભાઈ શનાભાઈ તળપદા (ઉમલાવ), રઈજીભાઈ કેસરીસિંહ પરમાર (સારોલ), લાલજીભાઈ બુધાભાઈ જાદવ (સારોલ)તથા સુરેશભાઈ ઉદેસિંહભાઈ પઢીયાર (ગાજણા)ને ઝડપી પાડીને રોકડા ૪૬૭૦ તથા એક મોબાઈલ સાથે કુલ ૫૧૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે ઉમરેઠ પોલીસે ઉમરેઠ-વીંઝોલ રોડ ઉપર આવેલા રાજુભાઈ કનુભાઈ પટેલના ખેતરમાં છાપો મારીને સુનીલભાઈ કનુભાઈ પટેલ, મીતેશભાઈ અંબાલાલભાઈ પટેલ, ચીરાગભાઈ ભીખાભાઈ પટેલ, વિપુલભાઈ રણછોડભાઈ પટેલ, શીલ્પેશભાઈ ભગવતભાઈ પટેલ તથા પરેશભાઈ મોહનભાઈ પટેલને ઝડપી પાડીને રોકડા ૧૧૭૦ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:54 pm IST)