Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વડોદરામાં શુક્રવારથી રામકથા... દ્વારકાના દંડી સ્વામી સદાનંદજી મહારાજ કરાવશે રસપાન

સયાજીરાવ ગાયકવાડ નગર ગૃહ, અકોટાના મેદાનમાં દરરોજ ધર્મભીના ઉત્સવો સાથે સત્સંગનો સર્જાશે સંગમ

દ્વારકા, તા. ર૯ : અહીંના શારદાપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની શ્રી રામકથા વડોદરાના સનાતન ધર્માનુરાગી પરિવાર દ્વારા યોજાશે.

જેમાં ૧લી જૂનથી ૯ જૂન સુધી યોજાનાર શ્રી વાલ્મીકી કુત રામાયણ (રામકથા) દરમિયાન સયાજીરાાવ ગાયકવાાડ નગર ગૃહ અકોટાના પટાંગણમાં રોજ બપોરે ૪:૩૦થી ૭:૩૦ વાગ્યા દરમિયાન સદાનંદ સરસ્વતીજી દ્વારા વાંચન થશે. સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સત્સગ પણ યોજાશે.

પરસોત્તમ માસ દરમિયાન પ્રસંગે પૂ. દ્વારકેશ લાલજી માહારાજ, મહારાજા સમરતસિંહજી ગાયકવાડ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત વિવિધ  ધારાસભ્યો, સાંસદો અને સાધુસંતો ઉપસ્થિત રહેશે.

અત્રે નોંધનીય છે કે, દંડી સ્વામી સદાનંદ માહારાજીએ ૧૦૦થી વધુ રામકથા, શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને શિવપુરાણનું પઠન કર્યું છે. દેશના જુદા જુદા પ્રાંતોમાં હિન્દી, ગુજરાતી જેવી ભાષાઓમાં પણ દંડી સ્વામી દ્વારા ધર્મપ્રચાર માટે આયોજન થતા રહે છે. સૌ ભાવિકોને લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(12:38 pm IST)