Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પાલનપુરના ગઢ પંથકમાં મહિલાનું અપહરણ કરીને 12 શખ્શોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો: તપાસ શરુ

મહિલાને છરી બતાવી અપહરણ કરીને બીક પર બેસાડી ઓરડીમાં લઇ જઈને દેહ અભડાવ્યો : સોનાની ચેન પણ લૂંટી લીધી

પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં એક મહિલાનું મોટર સાયકલ પર અપહરણ કરી ઓરડીમાં લઈ જઈ ૧ર જેટલા શખ્સોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ ગઢ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  આ અંગે પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ ગત તા.ર૦ માર્ચ ર૦૧૮ ના રોજ રાત્રીના સુમારે ગઢ પંથકમાં આવેલા એક ગામની ૩૭ વર્ષીય મહિલાના ખેતરે આવીને તેણીની પાસે પાણી મંગાવીને બહાર બોલાવી હતી અને છરી બતાવી મોઢું દબાવી ધમકી આપીને મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરીને કાતરા ગામ નજીક એક ઓરડીમાં લઈ જઈ ત્યાં તેણીની મરજી વિરૂધ્ધ ૧ર શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યુ હોવાની અને ત્યારબાદ તેણીના ગળામાં પહેરેલ ચેન આશરે અઢી તોલાની પ૦ હજારની લૂંટ કરી તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ તેણીએ ગઢ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તેણીની ફરીયાદ આધારે કિરણ હરીભાઈ કાપડી, વિપુલ મફાભાઈ ડેરીયા, સંદીપ મફાભાઈ ડેરીયા, કૃણાલ રઘાભાઈ ગામી (રહે.મડાણા ગઢ) તથા બીજા અજાણ્યા આઠ ઈસમો સામે ફરીયાદ નોંધી બનાવની સત્યતા તરફ તપાસ હાથ ધરી છે.

(12:18 pm IST)