Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અમદાવાદ-મસ્‍કત વચ્‍ચે ૭ જૂનથી ફલાઈટ

રાજકોટ-સૌરાષ્‍ટ્રના પ્રવાસીઓ માટે જેસલમેર, શ્રીનગર, પંજાબ માટે ફલાઈટ ઉડશે : ૧ લી જૂનથી જેસલમેર-અમદાવાદ-જયપુર અને અમદાવાદ-ચંડીગઢ-શ્રીનગર વચ્‍ચે નવી ફલાઈટ

અમદાવાદ, તા. ૨૯ :  સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટથી બે નવી ડોમેસ્‍ટિક અને એક ઈન્‍ટરનેશનલ ફલાઈટ શરૂ થઈ રહી છે.

નવી ઈન્‍ટરનેશનલ ફલાઈટ શરૂ કરાશે તેમા અમદાવાદ-મસ્‍કતનો સમાવેશ થાય છે. ૭ જૂનથી ૩૧ ઓગષ્‍ટ દરમિયાન ઓપરેટ થનારી આ ફલાઈટ મસ્‍કતથી રાત્રે ૧૨.૧૦ના રવાના થઈને સવારે ૪ વાગ્‍યે અમદાવાદ પહોંચશે. આવી જ ફલાઈટ અમદાવાદથી રાત્રે ૧૦ વાગ્‍યે રવાના થઈને સ્‍થાનિક સમય પ્રમાણે રાત્રે ૧૧ વાગ્‍યે મસ્‍કતમાં ઉતરણ કરશે.

આ ઉપરાંત જેસલમેર-અમદાવાદ વાયા જયપુરની ફલાઈટ ૧ જૂનથી શરૂ થશે. આ ફલાઈટ જેસલમેરથી સાંજે ૫ વાગ્‍યે રવાના થઈને સાંજે ૬.૧૦ના જયપુર પહોંચશે અને ત્‍યાં ૨૦ મિનીટનું સ્‍ટોપેજ છે. જયપુરથી આ ફલાઈટ રવાના થઈને રાત્રે ૮.૧૦ વાગ્‍યે અમદાવાદ પહોંચશે.

૧ જૂનથી અમદાવાદ-ચંદીગઢ-શ્રીનગર વચ્‍ચે પણ ફલાઈટ શરૂ થાય તેવી સંભાવના છે. આ ફલાઈટ શ્રીનગરથી બપોરે ૧૨.૩૦ના રવાના થઈને બપોરે ૩ વાગ્‍યે ચંદીગઢ પહોંચશે. બપોરે ૩.૩૫ કલાકે ચંદીગઢથી અમદાવાદ જવા માટે રવાના થશે. રાજકોટ-સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાંથી સેંકડો મુસાફરો શ્રીનગર-રાજસ્‍થાન-પંજાબ જાય છે તેઓ માટે આ ફલાઈટ ભારે આશિર્વાદરૂપ સાબિત થશે.

(10:20 am IST)