Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

પ્રાણી, પશુઓને ખાવા-પીવા અંગે વ્યવસ્થા કરવા માટે કહ્યું

યુવતીએ મિત્રો પાસેથી અનોખી ગિફ્ટ માંગી : જીવદયા પ્રેમી અમદાવાદની યુવતીનો પ્રેરણાત્મક કિસ્સો

અમદાવાદ, તા. ૨૯ : મારા વ્હાલા પારિવારિક સ્નેહીજનો, મિત્રો છેલ્લા ઘણાં વર્ષોથી તમે બધા મને મારી બર્થડે વિશ કરતા આવ્યા છો, ને મને મનગમતી, ઉપયોગી ગીફ્ટસ આપતાં આવ્યા છો, એ બદલ આપ સૌ નો હદય પુર્વક ખુબ ખુબ આભાર, પણ જો તમે મને મારી આ લોકડાઉન સ્પેશિયલ બર્થ ડે માં પણ મને વિશ કરવાની તીવ્ર ઈચ્છા થતી હોય તો, આ બર્થડે મા મારા જીવતા જીવ મારી એક ઈચ્છા પુરી કરજો. તમારી નિકટ જ્યાં પશું પક્ષી આવતા હોય ત્યાં તેમના માટે પાણી પીવાની તથા તેમના માટે ચણ કે ખાવાની વ્યવસ્થા કરજો. જ્યાં સુધી લોકડાઉન સંપૂર્ણપણે ના ખુલે ત્યાં સુધી એમને પાણી પીવડાવવાની, ખવડાવવાની જવાબદારી સ્વયંમ સ્વીકારજો. શહેરમાં રહેતી અંકુરા શાહ નામની યુવતીનો આવતીકાલે તા.૩૦મી એપ્રિલના રોજ બર્થ ડે છે. આ બર્થ ડેને લઇને તેણીએ તેના મિત્રોના ગ્રુપમાં આ મેસેજ કર્યો છે. આ અંગે અંકુરાએ ગ્રુપ મેસેજમાં વધુમાં જણાવ્યું છે કે, લોકડાઉનમાં આપણે સૌ સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેકટ્રોનિક મિડીયામાં બધાંજ લોકો મનુષ્યના રક્ષણ માટેને ભોજન માટે તો ચિંતિત છીએ, અને તે દિશામાં સરકાર, દ્ગય્ર્ં, સમાજ સેવકો કામ પણ કરે છે, એ ખુબજ સારી વાત છે, પણ શું આપણે સૌ આ પ્રકૃતિની, ભુખ્યા પશુ, પક્ષીની ભૂખ કે તરસ માટે આ લોકડાઉનના ૩૬ દિવસમાં કોઈએ પણ ચર્ચા કરી છે ? અંકુરાએ વધુમાં લખ્યું છે કે, ફ્રેન્ડ્ઝ મારી આ બર્થડે હું મારે ત્યાંના સ્ટ્રીટ ડોગ્સ સાથે સેલીબ્રેટ કરવાની છું.

                મારી સોસાયટીમા બહારના કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર ચુસ્તપણે પ્રતિબંધ છે, અને હું મારી સોસાયટી ની બહાર નીકળવાની નથી, તો તમે સૌ જો મને દિલ થી વિશ કરવા માગતા હોય તો આપ સૌ પોતપોતાના ઘરે પશુ પક્ષી ને પાણી પીવડાવવાની, તેમનાં ચણની, ભોજન ની વ્યવસ્થા કરી, તેમને ખવડાવતા અને પાણી પીવડાવતા તમારા ફોટા સોશ્યલ મીડિયા પર અપલોડ કરજો. તમારી કરેલી પ્રવૃત્તિના ફોટા જોઈને ને મને મારી બર્થડે નિમિત્તે તમને કરેલી મારી આ અપીલને તમે અમલમાં મુકશો તો મને ખુબ ખુશી મળશે. અંકુરાએ અંતમાં લખ્યું છે કે, ભુખ્યા પશુ પક્ષીને અન્ન પાણી મળશે, ને તમારા આ સેવાકીય કાર્ય થકી કોઈક ને પ્રેરણા પણ મળશે.પાણી પીવડાવવાની, તેમનાં ચણની, ભોજન ની વ્યવસ્થા કરી, તેમને ખવડાવતા અને પાણી પીવડાવતા તમારા ફોટા સોશ્યલ મીડિયા પર અપલોડ કરજો. તમારી કરેલી પ્રવૃત્તિના ફોટા જોઈને ને મને મારી બર્થડે નિમિત્તે તમને કરેલી મારી આ અપીલને તમે અમલમાં મુકશો તો મને ખુબ ખુશી મળશે. અંકુરાએ અંતમાં લખ્યું છે કે, ભુખ્યા પશુ પક્ષીને અન્ન પાણી મળશે, ને તમારા આ સેવાકીય કાર્ય થકી કોઈક ને પ્રેરણા પણ મળશે.

(9:46 pm IST)