Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

અમદાવાદમાં લોકડાઉનને લઈને કડક નિયમ : 1લી મે થી માસ્ક વગર રહેનાર દુકાનદાર સહીત ફેરિયાઓને ફટકારવામાં આવશે દંડ

અમદાવાદ:કોરોના વાઈરસ મામલે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ચુક્યુ છે ત્યારે 3જી મેથી લોકડાઉન ખુલવા જઈ રહ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે 1લી મેથી, ફેરિયા, કરિયાણા, દૂધ-શાકભાજીના દુકાન, સુપરમાર્કેટ તમામ લોકોએ માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે નહિં તો 3 મહિના માટે લાયસન્સ રદ્દ કરી દેવામા આવશે અને રૂ. 50,000 સુધીનો દંડ કરવામાં આવશે.

ફેરિયાઓ, દુકાનોદારો, સુપરમાર્કેટ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર માટે 1 મે થી દુકાનદાર માસ્ક વગર જણાશે તો તેમને દંડ થશે અને તેમના લાયસન્સ પણ રદ્દ કરાશે. ફેરિયાનું લાયસન્સ 3 મહિના રદ્દ કરાશે અને તેમને રૂ. 2000 સુધીનો દંડ કરવામાં આવશે. કરિયાણાની માલિકો, દુધ ડેરી વગેરે દુકાનદારો જો નિયમોને ભંગ કરશે તો તેમને 5000નો દંડ અને સોપ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટનું લાયસન્સ ૩ મહિના માટે રદ્દ કરાશે. સુપરમાર્કેટ 50,000નો દંડ થશે.

(5:31 pm IST)