Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ૧પ વિસ તપાસ કરીને વિગતો મેળવીઃ નાગરવાડાનો પ્રથમ કેસનો દર્દી અમદાવાદ દાણીલીમડાથી ચેપ લઇને આવ્યો હતો

વડોદરા: શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસ તપાસ કરીને આ વિગતો મેળવી છે. શહેર પોલીસનો કોરોનાના દર્દીઓની તપાસનો અહેવાલ જોઈ આરોગ્ય તંત્ર પગલા લેશે. નાગરવાડાનો પ્રથમ કેસ ફિરોઝખાન પઠાણ 16મી માર્ચે અમદાવાદ દાણીલીમડાથી ચેપ લઈને આવ્યો હતો.

જ્યારે નાગરવાડામાં બીજો કેસ સુરા જમાતમાં માનનારા મહંમદ હુસેન સાદનો હતો. જેના પિતા નાગરવાડા મરકઝમાં રોકાયા હતાં. ભાવનગરની જમાતની સેવામાં હતા. આજ રીતે આજવા રોડ, બહાર કોલોની, કારેલીબાગ, ગોરવા જુબેલીબાગ, ડભોઈરોડ, તાંદલજા દિવાળીપુરા ,નવાપુરા, નિઝામપુરા, ન્યાય મંદિર, ફતેપુરા ,મકરપુરા ,વાડી પાણીગેટ, રાવપુરા ,સમા,ગોત્રી કિશનવાડી, યાકુતપુરા, પ્રતાપ નગર વગેરે વિસ્તારોની તપાસ હાથ ધરાઈ. 15 દિવસમાં 21 વિસ્તાર માં ઝીરો ગ્રાઉન્ડ લેવલ પર  ક્રાઇમ બ્રાન્ચે કામગીરી હાથ ધરી.

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં અને ત્યારબાદ સુરતમાં જોવા મળી રહ્યાં છે. વડોદરામાં પણ કોરોનાના કેસની સંખ્યા વધુ જોવા મળી છે. ગઈ કાલે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ વડોદરામાં કોરોનાના 255 કેસ જોવા મળ્યા છે જેમાંથી 13 દર્દીઓના જીવ ગયા છે. હાલ ગુજરાતમાં કોરોનાના 3774 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 434 રિકવર થયા છે જ્યારે 181 દર્દીઓના મૃત્યુ થયા છે.

(5:00 pm IST)