Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

અમદાવાદમાં ૧લી મેથી ફરજીયાત માસ્કનો નિયમ લાગુ : દુકાનદારો - ફેરીયાઓ માસ્ક પહેરેલા જોવા નહિં મળે તો તેઓને દંડ ફટકારી ૩ મહિનાનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવાશે : વિજય નેહરા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યુ છે કે અમદાવાદમાં ૧લી મેથી ફરજીયાત માસ્કનો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે : દુકાનદારો અને ફેરીયાઓને પણ માસ્ક ફરજીયાત પહેરી રાખવુ પડશે : જો માસ્ક વગર જોવા મળશે તો તેઓના લાયસન્સ ૩ મહિના માટે રદ્દ કરી દંડ પણ ફટકારવામાં આવશે : ફેરીયાઓને ૨૦૦૦ અને માસ્ક વગરના દુકાનદારોને ૫ ગણો દંડ ફટકારાશે : ફેરીયાઓને ફ્રીમાં માસ્કનું વિતરણ કરવામાં આવશે : કોરોનાનો ચેપ જેમ બને તેમ ઓછો થાય તેવો અમારો પ્રયાસ જારી છે : શાકભાજી વેચનારાઓને માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવશે : અમદાવાદમાં કુલ ૨૫૨૮ પોઝીટીવ કેસ છે : જેમાં ૨૧૪૦ એકટીવ છે : કોરોનાથી ૧૨૬ના મોત નિપજ્યા છે : સમગ્ર શહેરભરમાં ડોર ટુ ડોર સર્વે કરાઈ રહ્યો છે

(3:37 pm IST)